ગુજરાતના આ ગામે બનાવ્યો છે સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થી
Jain Samaj Diksha : વડોદરા પાસે આવેલ છાણીમાંથી અત્યાર સુધીમાં 160 લોકોએ દીક્ષા લીધી છે. એક જ પરિવારમાંથી 28 લોકોએ દીક્ષા લીધી છે. દીક્ષાર્થીઓમાં સૌથી વધુ મહિલાઓ છે
Vadodara News જયંતી સોલંકી/વડોદરા : જૈન સંપ્રદાયમાં દીક્ષા ગ્રહણ કરવામાં વડોદરાના છાણી ગામનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે. આ ગામમાં જૈનોના ૧૨૫ પરિવારો છે. જેમાંથી ભાગ્યે જ કોઇ પરિવાર એવું હશે જેમાંથી કોઇ દીક્ષાર્થી નહિં હોય. છાણી ગામ માંથી 160 લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે.
દીક્ષાની ખાણ તરીકે ઓળખાતા છાણી તીર્થ શ્રીકરી ગામ તરીકે ઓળખાતું હતું, ત્યારબાદ છાણી ગામ નામ પડ્યું. આ ગામના જિનાલયમાં ૨૨૦૦ વર્ષ પ્રાચીન ભગવાનની પ્રતિમા ઓ સ્પ્રથઅપિત છે, ત્યારે છાણીમાં પ્રતિષ્ઠિત છે જેમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન બિરાજશે. અહીં શ્રી શાંતિનાથ ભગવાન- સંભવનાથ ભગવાન મૂર્તિઓ છે. જૈન સંપ્રદાયમાં છાણી તીર્થ આગવું મહત્વ ધરાવે છે. છાણીમાં હાલમાં ૧૨૫ જેટલા જૈન પરિવારો છે. જેમાંથી ૧૬૦ દીક્ષાર્થીઓ સાધુ-સાધ્વી બન્યા છે. દીક્ષાર્થીઓમાં ૬૦ ટકા યુવાન છે. જેમાં ૧૨૦ જેટલી મહિલાઓ છે.સૌથી નાની વયના આઠ વર્ષના દીક્ષાર્થીનો પણ તેમાં સમાવેશ થાય છે.
ઉપરોક્ત દીક્ષાર્થીઓમાં શાંતિલાલ છોટાલાલના એક જ પરિવારમાંથી સૌથી વધુ ૨૮ સભ્યોએ દીક્ષા લીધી છે. માત્ર છાણીના જ નહિં પણ આ તીર્થમાં બહારથી આવેલા ૧૦૦ જેટલા ભાવિકો એ પણ દીક્ષા લીધી છે.
હિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું, પર્વત પરથી આકાશમાં જતું રહ્યું
છાણી ગામમાં આજે 125 જેટલા જૈન પરિવારો વસવાટ કરે છે. આ ગામમાં ત્રણ મોટા દેરાસરના નિર્માણ થયેલા છે. અવાર નવાર આચાર્ય ભગવંતો છાણી ગામમાં ચાતુર્માસ ગાળવા રોકાયા છે અને આ સમય દરમ્યાન પ્રવચનો, વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. જેના કારણે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે છે અને તેનાથી લોકોને દીક્ષા લેવાની પ્રેરણા મળે છે.
છાણી સંઘના પ્રમુખ સુરેશભાઈ શાહ કહે છે કે, છાણી ગામમાં જન્મ લઈ જન્મ સુધારવા છાણી ગામ 180 લોકો એ દીક્ષા લીધી છે તેમાંથી અશોક સાગર, જીન ચંદ્ર સાગર, નવીન ચંદ્ર સાગર, નવીન સુરી, વિક્રમસુરી જેવા મહાન તપસ્વીઓ આપ્યા છે. ત્યારે ગામના જૈન અગ્રણીઓ કહી રહ્યાં છે કે છાણી ગામમાંથી ગળથૂથીમાં જ ધર્મના સંસ્કાર આપવામાં આવે છે અને બાળક શાળામાં જવાનું ચાલુ કરે તે પહેલા પાઠશાળામાં જાય છે. પાઠ શાળાએ દીક્ષા દ્વારા મોક્ષનો માર્ગ બતાવે છે અને તેના કારણે છાણીના તમામ પરિવારમાંથી સભ્યોએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે.
200 વર્ષથી છાણી ગામમાં જૈનો વસવાટ કરે છે અને જૈન સંપ્રદાયના ભવ્ય ભૂતકાળને અહી સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યો છે. અહીંના એક એક પોતાના વ્હાલસોયાઓને ધર્મના માર્ગે ચાલવા માટે તૈયાર કર્યા છે. ત્યારે આખા વિશ્વમાં છાણી ગામ દીક્ષા લેવાના મામલે અગ્રેસર છે.
અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું