Mercury Retrograde 2023 in Leo in Gujarati: જે પ્રકારે દરેક ગ્રહ નિશ્ચિત સમય બાદ રાશિ પરિવર્તન કરે છે બરાબર એ જ રીતે તે પોતાની ચાલમાં પણ ફેરફાર કરે છે. ગ્રહ સમયાંતરે વક્રી અને માર્ગી ચાલ ચલે છે. ગ્રહોની ચાલમાં ફેરફાર પણ તમામ 12 રાશિવાળાના જીવન પર અસર કરે છે. આવનાર 24 ઓગસ્ટ 2023ના રોજ ધન, બુદ્ધિ, વેપાર, વાણી અને સંવાદના દાતા  બુધ વક્રી  થવા જઈ રહ્યા છે. બુધની ચાલમાં ફેરફાર મોટી અસર લાવશે. બુધની ઉલ્ટી ચાલની સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર થશે. 3 રાશિઓ એવી છે જેમના માટે બુધની વક્રી ચાલ ખુબ લાભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વક્રી બુધ આ રાશિવાળાને કરાવશે લાભ


મેષ રાશિ
બુધની ઉલ્ટી ચાલ મેષ રાશિના જાતકો માટે ખુબ શુભ રહેશે. આ જાતકોને 24 ઓગસ્ટ બાદ કોઈ શુભ સમાચાર મળી શકે છે. પર્સનલ લાઈફ અન પ્રોફેશનલ લાઈફમાં કોઈ સમસ્યા હશે તો દૂર થશે. તમારી લવ લાઈફ પણ સારી રહેશે. ધન લાભ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. સિંગલ જાતકોને પાર્ટનર  મળી શકે છે. વિવાહ નક્કી થઈ શકે છે. 


સિંહ રાશિ
બુધની ઉલ્ટી ચાલ સિંહ રાશિવાળા માટે શુભ સાબિત થઈ શકે છે. આ લોકોની કરિયરની સમસ્યાઓ દૂર થશે. વેપારમાં તેજી આવશે. કામ થવા લાગશે. નોકરી કરનારાઓને નવી નવી તકો મળશે. જે પ્રગતિના રસ્તા ખોલશે. ધન લાભ થશે. તમારી આવક વધશે. ફસાયેલા પૈસા પાછા મળશે. જે ધન તમે ડૂબેલું સમજી બેઠા હતા તે પાછું મળી શકે છે. 


ધનુ રાશિ
બુધ વક્રી થવું એ ધનુ રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. આ જાતકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળસે. અટવાયેલા કામ ઝડપથી બનવા લાગશે. કરિયરના ક્ષેત્રમાં કોઈ સફળતા મળી શકે છે. તમે ક્યાંક  બહાર જવાની યોજના ઘડી શકો છો. ધર્મ કર્મમાં રૂચિ વધશે. બહાર જઈને અભ્યાસ કરવાના સપના પૂરા થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube