Vakri Guru 2023: 31 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓને મળશે લખલૂટ પૈસા, વક્રી ગુરુ વરસાવશે કૃપા
Vakri Guru 2023: ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન દરેક રાશિને અસર કરે છે. હાલ ગુરુ મેષ રાશિમાં વક્રી અવસ્થામાં છે અને 31 ડિસેમ્બર સુધી વક્રી રહેશે. વક્રી ગુરુ કેટલીક રાશિઓ માટે સમસ્યાઓનું કારણ પણ બનશે. પરંતુ મેષ, સિંહ અને મીન રાશિના લોકોને 31 ડિસેમ્બર સુધી વક્રી ગુરુ લાભ કરાવશે.
Vakri Guru 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું વિશેષ મહત્વ છે. ગુરુ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી ગ્રહ છે. જ્યારે પણ ગુરુની રાશિમાં ફેરફાર થાય છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. જ્યોતિષીય ગણના અનુસાર ગુરુ ગ્રહ 31 ડિસેમ્બર 2023 સુધી વક્રી સ્થિતિમાં રહેશે. 12 વર્ષ પછી મેષ રાશિમાં ગુરૂ ગ્રહ વક્રી થવાના કારણે આ 3 રાશિના લોકોને 31 ડિસેમ્બર 2023 સુધી વિશેષ લાભ મળશે.
આ પણ વાંચો:
ઘરની આ દિશામાં લગાડેલું વિંડ ચાઈમ બદલશે તમારું ભાગ્ય, ઘરમાં વધશે સુખ-શાંતિ અને ધન
શાંત સ્વભાવ અને કોમળ હૃદયના હોય છે આ તારીખે જન્મેલા લોકો, બુદ્ધિ હોય ચાણક્ય જેવી
Shukra Gochar 2023: આ રાશિઓ પર માં લક્ષ્મી થયા મહેરબાન, 1 મહિનામાં આ લોકો બનશે અમીર
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ વક્રી અવસ્થામાં છે પરંતુ મેષ રાશિના લોકો પર તેના આશીર્વાદ રહેશે. મેષ રાશિના જાતકો માટે 31 ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની ઘણી તકો રહેશે. જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને તેના માટે પ્રસ્તાવ મળી શકે છે. જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેઓને આ સમય દરમિયાન મોટો ફાયદો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો વરદાન સમાન સાબિત થશે. આ સમય દરમિયાન દરેક બાજુથી પૈસા આવશે. વેપારમાં આર્થિક પ્રગતિની ઘણી સંભાવનાઓ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને તમારા સાસરિયાઓ તરફથી મોટી ભેટ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની ઘણી સંભાવનાઓ રહેશે. તેની સાથે જ કાર્યસ્થળ પર કામનું દબાણ ઓછું થશે. કોઈ યાત્રાથી આર્થિક લાભ થશે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથેનું અંતર ઓછું થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે ગુરુની વક્રી ગતિ લાભકારી માનવામાં આવે છે. આ સમય દરમિયાન આવકના ઘણા નવા સ્ત્રોતો બનતા જોવા મળશે. 31મી ડિસેમ્બર 2023 સુધી ભારે આર્થિક લાભ થશે. વિવાહિત જીવન સુખમય રહેશે. આ સિવાય તમને તમારી નોકરીમાં પગાર વધારાનો લાભ મળી શકે છે. સ્થાવર મિલકતના કાર્યોથી લાભ થશે. અચાનક આર્થિક લાભ થવાની ઘણી શક્યતાઓ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)