Guru Vakri 2023: ગુરુ આ તારીખે વક્રી થઈ ચમકાવશે આ રાશિઓનું નસીબ, કારર્કિદી પહોંચશે સાતમા આસમાને
Guru Vakri 2023: મેષ, મિથુન અને કર્ક રાશિના લોકો જો હાલ નોકરી અને વેપારમાં આર્થિક સંકટનો સામનો કરતા હોય તો બસ હવે થોડા દિવસમાં જ તેમની સ્થિતિ સુધરી જશે. દેવગુરુ બૃહસ્પતિ વક્રી થશે અને આ 3 રાશિના લોકોને લખલૂટ કમાણીની તકો પુરી પાડશે. ગુરુના વક્રી થવાથી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે.
Guru Vakri 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ ખૂબ જ મહત્વનો ગ્રહ છે. મહત્વનો એટલા માટે કે તેનું રાશિ પરિવર્તન અને તેનો પ્રભાવ દરેક રાશિના લોકોને સૌથી વધુ અસર કરે છે. જ્યારે પણ ગુરુ વક્રી થાય અથવા તો માર્ગી થાય ત્યારે પણ રાશિચક્રની દરેક રાશિને તેની અસર થાય છે. આ કારણ છે કે ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વનું ગણાય છે.
દેવગુરુ બૃહસ્પતિ સપ્ટેમ્બર મહિનામાં વક્રી થશે. વક્રી થવાથી 12 રાશિના લોકોના જીવન ઉપર તેની વ્યાપક અસર જોવા મળશે. કેટલીક રાશીને ગુરુના વક્રી થવાથી નુકસાન સહન કરવું પડશે તો કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. તો ચાલો જાણીએ કે ગુરુ વક્રી થશે તો કઈ કઈ રાશિઓને લાભ કરાવશે.
આ પણ વાંચો:
શનિવારે આ 5 વસ્તુઓ ખરીદવાની ન કરવી ભુલ, ખરીદશો તો શનિ દેવનો ક્રોધ બનાવી દેશે ગરીબ
બેંકમાં અચાનક વધશે રુપિયા, રાતોરાત બનશો અમીર, બસ કરી લો સાવરણીનો આ નાનકડો ઉપાય
Roti Totka: રોટલીના આ ટોટકા ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, અજમાવો અસરદાર અને સરળ ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ બ્રહસ્પતિ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ સવારે 9 કલાક અને 15 મિનિટે વક્રી થશે. ગુરુના વક્રી થવાથી લોકોના જીવન ઉપર શુભ અને અશુભ એમ બંને પ્રકારની અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેમના જીવન ઉપર ગુરુના વક્રી થવાથી સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓના દરવાજા ખુલી જશે અને તેમને વેપાર ધંધામાં લાભ થશે સાથે જ નોકરી કરતા જાતકોની કારકિર્દી સાતમાં આસમાને પહોંચશે.
મેષ રાશિ
મેષ રાશિના લગ્ન ભાવમાં ગુરુ બકરી થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી શોધતા યુવાનોને સફળતા પ્રાપ્ત થશે આ સમય દરમિયાન વિદેશ યાત્રા પણ થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોની આવકમાં વધારો થશે. કારણ કે ગુરુ ધનભાવમાં વક્રી થશે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થશે અને કાર્યક્ષેત્રમાં પણ લાભ થશે. નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. રોકાણ કરવા માટે પણ આ સમય અતિ શુભ છે.
કર્ક રાશિ
ગુરુના વક્રી થવાથી કર્ક રાશિના જાતોકોને કારકિર્દી અને કારોબારમાં લાભ થશે. આ રાશિના દસમા ભાવમાં ગુરુ વક્રી થશે. આ રાશિ વાળા લોકોને કામકાજમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે કારકિર્દીમાં પણ નવી તકો પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)