રોટલીના આ ટોટકા ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, અજમાવો આ અસરદાર અને સરળ ઉપાય

Astro Tips: જે રોટલી ઘરમાં ભોજન માટે બને છે તે સામાન્ય રોટલી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. ભોજનનું મહત્વનું અંગ એવી રોટલી રંકને રાજા બનાવી દેવાની શક્તિ ધરાવે છે. જી હાં આવું થવું શક્ય છે જો તમે રોટલીના આ ઉપાયો અજમાવો તો. તંત્ર શાસ્ત્રમાં રોટલીના કેટલાક ચમત્કારી ઉપાયો જણાવાયા છે જેને કરવાથી વ્યક્તિનું જીવન બદલી જાય છે.

રોટલીના આ ટોટકા ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, અજમાવો આ અસરદાર અને સરળ ઉપાય

Astro Tips: દરેક ઘરમાં રોજ રોટલી બને છે. રોટલી એકદમ સામાન્ય લાગતી વસ્તુ છે પરંતુ ધાર્મિક શાસ્ત્ર અનુસાર માત્ર એક રોટલી તમારા જીવનની અનેક સમસ્યાઓ દૂર કરી શકે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર રોટલીના કેટલાક ઉપાયો અજમાવવાથી ગ્રહ દોષને શાંત કરી શકાય છે. ઘર-પરિવારના લોકો વચ્ચેનો ક્લેશ દુર થાય છે અને રોટલીના ઉપાયોથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો ખૂબ અસરકારક હોય છે. આજે તમને રોટલીના આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. 

રોટલીના ચમત્કારી ઉપાયો

આ પણ વાંચો:

તિજોરીમાં જગ્યા કરી રાખે આ 3 રાશિના લોકો, શનિ માર્ગી થઈ રાતોરાત કરાવશે મોટો ધન લાભ
 
-  જો કુંડળીમાં રાહુ દોષ હોય તો તે વ્યક્તિએ રોજ વાસી રોટલી પર સરસવનું તેલ લગાડીને કાળા કૂતરાને ખવડાવવી જોઈએ. આમ કરવાથી રાહુ દોષ દુર થાય છે અને સાથે જ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

- જો શનિની સાડાસાતી ચાલી રહી હોય અને એક પછી એક સમસ્યાઓ પરેશાન કરી રહી હોય તો અમાસ કે અઠવાડિયાના કોઈપણ શનિવારે ગાયને બે વાસી રોટલી અને ખીર ખવડાવો.  

- નવ ગ્રહ શાંતિ માટે અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવા માટે પક્ષીઓને પાંચ વાસી રોટલી નાના ટુકડા કરીને ખવડાવવા જોઈએ.  

- રોજ બનતી રોટલીમાંથી છેલ્લી રોટલી કાઢીને કાળા કૂતરાને ખવડાવવી. આ ઉપાયથી ઘરમાં શાંતિ રહે છે.

આ પણ વાંચો:

-  ઘરમાં રોજ બનતી રોટલીમાંથી પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
 
- વાસી રોટલીમાં થોડો ગોળ ઉમેરી લાડુ બનાવી ગાયને રોજ ખવડાવવી જોઈએ. તેનાથી વૈવાહિક સંબંધો સુધરે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news