વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સ્થિતિ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવ એક નિશ્ચિત સમયગાળામાં વક્રી અને માર્ગી થાય છે. શનિની ઉલ્ટી ચાલ કે સીધી ચાલ સીધી રીતે માનવ જાતિ સહિત દેશ દુનિયા પર અસર કરે છે. હાલમાં શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી અવસ્થામાં છે. શનિ 30 જૂન 2024ના રોજ વક્રી થયા અને 15 નવેમ્બર 2024 સુધી આ સ્થિતિમાં રહેશે. હિન્દુ પંચાગ મુજબ દિવાળીનો તહેવાર આ વર્ષ 1 નવેમ્બર 2024ના રોજ શુક્રવારે છે એટલે કે શનિદેવ દિવાળી બાદ પોતાની ચાલ બદલશે. આવનારા 5 મહિના કઈ રાશિઓ પર શનિની શુભ દ્રષ્ટિ રહેશે  તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે શનિનું વક્રી થવું ખુબ શુભ માનવામં આવે છે. શનિ પોતાની રાશિથી આવક તથા લાભ ભાવમાં વક્રી થયા છે. જેનાથી શનિની વક્રી અવસ્થામાં તમારી આવક વધી શકે છે. આવકના નવા સાધન ઊભા થશે. તમારી મહેનતના દમ પર ધન કમાવવામાં સફળ રહેશો. જૂના રોકાણનું સારું રિટર્ન મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વીતાવશો.


વૃષભ રાશિ
વૃષભ  રાશિવાળા માટે વક્રી શનિ જીવનમાં ઢગલો ખુશીઓ લઈને આવશે. આ સમયગાળામાં તમારા પેન્ડિંગ કાર્યો પૂરા થશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પ્રોફેશનલ લાઈફમાં ઉચ્ચાધિકારીઓના આશીર્વાદ મળશે. સામાજિક માન પ્રતિષ્ઠા વધશે. વેપારીઓ માટે સમયગાળો શુભ રહેશે. આકસ્મિક ધનલાભ થવાથી સંતુષ્ટિ મળશે. 


કન્યા રાશિ
શનિના પ્રભાવથી નોકરી કરનારા જાતકોને પ્રમોશન કે આવકમાં વધારો મળી શકે છે. સીનિયર્સ સાથે તમારા સંબંધ મધુર થશે. તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારીઓ માટે આ સમયગાળો ખુબ લાભકારી રહેશે. ધન ભેગુ કરવામાં સફળ રહેશો. આર્થિક પ્રગતિ થવાથી મન પ્રસન્ન થશે. 


વૃશ્ચિક રાશિ
વક્રી શનિ વૃશ્ચિક રાશિવાળા માટે ખુશીઓ લઈને આવશે. 15 નવેમ્બર 2024 સુધીનો સમય તમારા માટે વરદાનથી કમ નહીં રહે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ધનલાભના નવા માર્ગ ખુલશે. આવક વધવાથી બેંક બેલેન્સમાં વધારો થઈ શકે છે. વેપારીઓ સારો નફો મેળવશે. નોકરીમાં સ્થિતિ મજબૂત  થશે. 


કુંભ રાશિ
વક્રી શનિના પ્રભાવથી કુંભ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમે સાહસિક કાર્યો કરવા માટે ઉત્સાહિત રહેશો. શનિના પ્રભાવથી તમારી સામે પ્રગતિની નવી તકો ઊભી થશે. નોકરી ધંધામાં સફળતા મળશે. પાર્ટનરશીપમાં વેપાર કરનારાઓને લાભની સંભાવના છે. ધનની આવક વધશે, જેનાથી તમે ધન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)