Valentine Day 2023: કુંડળીમાં આ રીતે બને છે પ્રેમ યોગ, ક્યારે મળે છે પ્રથમ નજરનો પ્રેમ? જાણો
Valentine Day 2023: જ્યોતિષ અનુસાર ગ્રહોનું ગોચર અને તેની સ્થિતિ દરેક વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી પ્રેમ યોગનું નિર્માણ થાય છે. ગ્રહોની આ સ્થિતિ જાણો.
નવી દિલ્હીઃ Valentine Day 2023: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કુંડળીમાં તેની દશા અને સ્થિતિને કારણે વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે. તેનાથી તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ તેમજ કૌટુંબિક અને વૈવાહિક જીવન પ્રભાવિત થયા વગર રહેતું નથી. કુંડળીમાં ગ્રહોની સ્થિતિને કારણે તેમના પ્રેમ પર પણ અસર પડે છે.
જ્યારે કુંડળીમાં પ્રેમ યોગ હોય છે ત્યારે આવા લોકોને પ્રેમ મળે છે, પરંતુ જ્યારે કુંડળીમાં પ્રેમ યોગ ન હોય અથવા નબળો હોય તો આવા લોકો માટે પ્રેમ મેળવવો મુશ્કેલ બની જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ જણાવે છે કે પ્રેમ તમારા ભાગ્યમાં છે કે નહીં. ચાલો જાણીએ કુંડળીમાં એવા કયા પરિબળો છે જે પ્રેમ યોગ દર્શાવે છે.
પ્રેમ લગ્નનો યોગ
ઘણા લોકો જીવનમાં પ્રેમ લગ્ન કરવા માંગે છે, પરંતુ કેટલાક સફળ થાય છે અને કેટલાકને તેમના પ્રેમ લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલીકવાર જન્મપત્રકમાં આવા યોગો હોય છે. જેને પ્રેમ લગ્નનો યોગ કહેવામાં આવે છે. જ્યોતિષમાં શુક્રને સ્ત્રી, પતિ-પત્ની, આનંદ અને પ્રેમ સંબંધોનો કારક માનવામાં આવે છે.
આ પણ વાંચો- લગ્નની પરંપરા ક્યારે અને કોણે શરૂ કરી, લગ્ન કેવી રીતે બની ગયા સંબંધોનું બંધન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રેમ મેળવવા માટે કુંડળીમાં શુક્રની દશા સારી હોવી જોઈએ કારણ કે પ્રેમ પ્રાપ્તિમાં શુક્ર, ચંદ્ર અને મંગળનું મહત્વનું યોગદાન હોય છે. જ્યારે જન્મ કુંડળીમાં આ ત્રણ ગ્રહોની સ્થિતિ ખુબ સારી હોય છો તો દિલ મળવાનું નક્કી છે. તેવામાં જાણો કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ ક્યારે બને છે?
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રેમ લગ્નનો યોગ ત્યારે બને છે. જ્યારે મંગળ રાહુલ કે શનિથી એક સાથે મળી રહ્યો હોય.
- જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં સપ્તમેશ પર રાહુ, શુક્ર કે શનિની દ્રષ્ટિ બિરાજમાન હોય ત્યારે પ્રેમ લગ્નનો યોગ બને છે.
- જન્મ કુંડળીમાં શુક્ર અને મંગળનો કોઈ યોગ બને કે આ બંને ગ્રહોનો આપસમાં કોઈ સંબંધ હોય છે તો પ્રેમ યોગ બને છે અને તમારા જીવનમાં પ્રેમ આવી જાય છે.
- જન્મ કુંડળીમાં જ્યારે પાંચમાં સ્થાન પર રાહુલ અને કેતુ બંને સ્થિત હોય. ત્યારે પ્રેમ લગ્ન સંભવ થાય છે.
- જન્મ કુંડળીમાં શુક્ર કે ચંદ્ર લગ્નમાંથી પાંચમાં કે નવમાં ભાવમાં હોય તો પ્રેમ લગ્ન કરાવે છે.
- પંચમ અને સપ્તમના સ્વામી કુંડળીમાં જ્યારે એક સાથે આવે તો ગ્રહોની આ દશા પ્રેમ જીવન માટે સકારાત્મક સ્થિતિ બનાવે છે.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન, આ જાતકોને થશે મોટો ફાયદો
જે જાતકોની કુંડળીમાં આ યોગ નથી તે આ ઉપાય કરે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રેમ લગ્ન માટે ત્રણ મહિના સુધી સતત દર ગુરૂવારે કોઈ પણ મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવો અને પછી તે ભોગને લોકોને વહેંચી દો. તેનાથી જલદી પ્રેમ લગ્નનો યોગ બનવા લાગે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube