લગ્નની પરંપરા ક્યારે અને કોણે શરૂ કરી, લગ્ન કેવી રીતે બની ગયા સંબંધોનું બંધન

લગ્ન એક અનોખુ બંધન છે જે બે લોકોને જીવનભર પ્રેમના સંબંધમાં બાંધી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે આખરે લગ્નની શરૂઆત કઈ રીતે થઈ. લગ્નની પરંપરાનો આરંભ ક્યારે અને કેમ કરવામાં આવ્યો. આજે અમે તમને જણાવીશું કે લગ્ન પ્રથા આખરે કેમ શરૂ થઈ હતી. 

લગ્નની પરંપરા ક્યારે અને કોણે શરૂ કરી, લગ્ન કેવી રીતે બની ગયા સંબંધોનું બંધન

નવી દિલ્હીઃ લગ્ન બે લોકો વચ્ચે જીવનભરનું બંધન છે. લગ્ન બે લોકોને એક કરવાની પરંપરા છે. તો બીજા શબ્દોમાં લગ્નને સમજવામાં આવે તો બે લોકો વચ્ચા સંબંધને સામાજિક અને ધાર્મિક માન્યતા આપવી છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આવ્યું કે આખરે લગ્નની શરૂઆત કઈ રીતે થઈ અને સૌથી પહેલા કોણે લગ્ન કર્યાં. આવો જાણીએ ભારતમાં કઈ રીતે શરૂ થઈ લગ્નની પરંપરા.

શરૂઆતમાં લગ્ન જેવી કોઈ પ્રથા નહોતી. સ્ત્રી અને પુરૂષ બંને સ્વતંત્ર રહેતા હતા. પહેલાના સમયમાં ગમે તે પુરૂષ ગમે તે સ્ત્રીને પકડીને લઈ જતો હતો. આ સંબંધમાં મહાભારતમાં એક કથા મળે છે. એક વખત ઉદ્દાલક ઋષિના પુત્ર શ્વેતકેતુ ઋષિ પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે ત્યાં એક અન્ય ઋષિ આવ્યા અને તેમની માતાને ઉઠાવીને લઈ ગયા. આ બધુ જોઈને શ્વેત ઋષિને ખુબ ગુસ્સો આવ્યો. તેમના પિતાએ તેમને સમજાવ્યા કે પ્રાચીન કાળથી આ નિયમ ચાલતો રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે સંસારમાં દરેક મહિલાઓ આ નિયમને અધીન છે. 

શ્વેત ઋષિએ તેનો વિરોધ કરતા કહ્યું કે, આ પાશ્વિક પ્રવૃત્તિ છે એટલે કે જાનવરોની જેમ જીવન જીવવા સમાન છે. ત્યારબાદ તેમણે લગ્નનો નિયમ બનાવ્યો. તેમણે કહ્યું કે, જે સ્ત્રી લગ્નના બંધનમાં બંધાયા બાદ બીજા પુરૂષની પાસે જાય છે તો તેને ગર્ભ હત્યા જેટલું પાપ લાગશે. આ સિવાય જે પુરૂષ પોતાની પત્નીને છોડીને કોઈ બીજી મહિલાની પાસે જશે તો પણ તેણે પાપનું પરિણામ ભોગવવું પડશે. સાથે તેમણે કહ્યું કે લગ્ન બંધનમાં બંધાયા બાદ સ્ત્રી અને પુરૂષ પોતાની ગૃહસ્થીને મળીને ચલાવશે. તેમણે તે મર્યાદા નક્કી કરી હતી કે પતિના રહેતા કોઈ સ્ત્રી તેની આજ્ઞા વિરુદ્ધ અન્ય પુરૂષ સાથે સંબંધ ન બનાવી શકે. 

લગ્નના કેટલા પ્રકાર છે
ત્યારબાદ મહર્ષિ દીર્ઘતમાએ એક પ્રથા કાઢી અને કહ્યું કે જીવનભર પત્નીઓ પોતાના પતિને અધીન રહેશે. ત્યારબાદ પતિનું મૃત્યુ થવા પર પણ લોકો તેમની પત્નીઓને સળગાવવા લાગ્યા. જેને સતી પ્રથા કહેવામાં આવતું હતું. ત્યારબાદ આર્ય જાતિના લોકો એકથી વધુ સ્ત્રીઓ રાખલા લાગ્યા. તેથી આ નિયમને બનાવવો પડ્યો. તે સમય સુધી લગ્ન બે પ્રકારે થતા હતા. પ્રથમ લડાઈ, યુદ્ધ કરીને કે લલચાવી ફોસલાવી કન્યાને લઈ જવામાં આવતી હતી. બીજો યજ્ઞના સમયે કન્યાને દક્ષિણાના રૂપમાં દાન કરવામાં આવતી હતી. ત્યારબાદ લગ્નનો અધિકાર પિતાના હાથમાં આપી દેવામાં આવ્યો. ત્યારબાદ પિતા યોગ્ય વરોને બોલાવી પોતાની પુત્રીને તેમાંથી પસંદ કરવાનું કહેતા હતા. લગ્ન પહેલા આઠ પ્રકારના થતા હતા. દેવ, બ્રહ્મ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગંધર્વ, રાક્ષસ અને પૈશાચ. પરંતુ આજકાલ બ્રહ્મ વિવાહ પ્રચલિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news