Vasant Panchami 2024: વસંત પંચમીથી આ 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શનિ-સૂર્યની યુતિ કરાવશે બંપર લાભ
Vasant Panchami 2024: સૂર્ય અને શનિ સંબંધમાં પિતા પુત્ર છે પરંતુ બંને વચ્ચે મતભેદ હોય છે. તેથી એક રાશિમાં પિતા અને પુત્રનું સાથે હોવું કેટલીક રાશિના લોકોના જીવન માટે અશુભ સાબિત થશે. પરંતુ સાથે જ કેટલીક રાશિ પર સૂર્ય અને શનિની યુતિનો શુભ પ્રભાવ જોવા મળશે.
Vasant Panchami 2024: વૈદિક જ્યોતિષ અનુસાર ફેબ્રુઆરી મહિનાનું આ સપ્તાહ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ કેટલીક રાશિના લોકો માટે વિશેષ લાભદાયી સાબિત થવાનું છે. 14 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિ પહેલાથી જ બિરાજમાન છે અને સૂર્યના પ્રવેશ પછી કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ સર્જાશે.
સૂર્ય અને શનિ સંબંધમાં પિતા પુત્ર છે પરંતુ બંને વચ્ચે મતભેદ હોય છે. તેથી એક રાશિમાં પિતા અને પુત્રનું સાથે હોવું કેટલીક રાશિના લોકોના જીવન માટે અશુભ સાબિત થશે. પરંતુ સાથે જ કેટલીક રાશિ પર સૂર્ય અને શનિની યુતિનો શુભ પ્રભાવ જોવા મળશે.
આ પણ વાંચો: શનિના ઘરમાં શુક્રનો પ્રવેશ, આજથી આ રાશિના લોકોને ચારેકોરથી થશે લાભ જ લાભ
આ સાથે જ આ દિવસે દેશભરમાં વસંત પંચમીનો પર્વ ઉજવાશે. કુંભ રાશિમાં 30 વર્ષ પછી આ યુતિ સર્જાઈ રહી છે અને સાથે જ વસંત પંચમીનો શુભ યોગ પણ છે ત્યારે આ યોગ કઈ રાશિના લોકોને લાભ કરાવશે ચાલો તમને જણાવીએ.
શનિ સૂર્યને યુતિથી લાભ
મેષ રાશિ
આ પણ વાંચો: મકર રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું અનુકૂળ, વાંચો તમારું રાશિફળ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વસંત પંચમીની સાથે સૂર્ય અને શનિની જે યુતિ સર્જાશે તે મેષ રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે. આ સમય કારકિર્દી સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થશે. આ સમય તમે તણાવમુક્ત અનુભવ કરશો. કરિયર સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. અટકેલા કાર્યો પૂર્ણ થશે.
મિથુન રાશિ
આ રાશિના લોકો માટે પણ કુંભ રાશિમાં શનિ અને સૂર્યનો સંયોગ શુભ રહેશે. આ સમય દરમિયાન પ્રેમ પ્રસંગમાં સફળતા પ્રાપ્ત થશે. વેપાર સમજી વિચારીને કરશો તો સમય અનુકૂળ રહેશે. સામાજિક ક્ષેત્રમાં પ્રભાવ વધશે. અવિવાહિત લોકોને આ સમય દરમિયાન ખુશખબરી મળી શકે છે. મિત્ર સાથે મુલાકાત થશે અને જૂની યાદો તાજા કરશો.
આ પણ વાંચો: શુભ કાર્યોમાં કાળી ઘડિયાળ પહેરવી ગણાય છે અશુભ, શનિદેવ સાથે જોડાયેલું છે કારણ
સિંહ રાશિ
સૂર્ય અને શનિની યુતિ સિંહ રાશિના લોકો માટે વિશેષ લાભકારી રહેશે. ફેબ્રુઆરી મહિનો શાંતિ અને સુખથી પસાર થશે. જો તમે કોઈ નોકરી માટે આવેદન કરવા માંગો છો તો સફળતા મળવી નક્કી છે. રાહત મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)