Vastu shastra: અશુભ માનવામાં આવે છે વસ્તુઓ, ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખો
Vastu Tips: તમારી એક ભૂલ પરિવારને ભારે પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૂજા સ્થાન પર ક્યારેય પણ તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ. તૂટેલી અથવા ખંડિત મૂર્તિ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેમજ આવી મૂર્તિ રાખવાથી શુભ ફળ મળતું નથી. ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાઘર છે.
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘર વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે પૂજા ઘર સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે ઘરમાં સકારાત્મક ઉર્જા પૂજા ઘરમાંથી જ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ અને મૂર્તિનું વિશેષ મહત્વ હોય છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુની ખરાબ અસર કરે છે. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ અટકી જાય છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર કઈ વસ્તુઓ રાખવી શુભ નથી.
આ પણ વાંચો:
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
આ રાશિના લોકો સાબિત થાય છે બેસ્ટ લવર્સ, પાર્ટનર પર રાખે છે અતૂટ વિશ્વાસ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા સ્થાનમાં એક જ દેવ અથવા દેવતાની મૂર્તિ અને ચિત્ર ક્યારેય ન રાખવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. આ સાથે કોઈપણ દેવી-દેવતાની તસવીર કે મૂર્તિનો ક્યારેય પણ ઉગ્ર સ્વરૂપમાં ન રાખવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
તે જ સમયે, ફાટેલા ધાર્મિક ગ્રંથો અથવા ધાર્મિક વાર્તાઓના પુસ્તકો પૂજા સ્થાન પર ના રાખવા જોઈએ. ફાટેલા પુસ્તકો અથવા ગ્રંથોને પાણીમાં પધરાવી દેવા જોઈએ. પૂજા માટે ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તૂટેલા ચોખા ક્યારેય પણ ભગવાન કે દેવતાને ના ચઢાવવા જોઈએ. તેમને હંમેશા આખા ચોખા ચઢાવવા જોઈએ.
પૂજા સ્થાન પર પૂર્વજોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. પૂજા સ્થાન પર આવી તસવીરો લગાવવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘરના વડીલો અને પૂર્વજોની તસવીરો કોઈ બીજી જગ્યાએ લગાવવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)