નવી દિલ્હીઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સાથે સાથે ઘરના મુખ્ય દરવાજાને પણ સાફ રાખવી જરૂરી છે. જો ઘરનો મુખ્ય દરવાજો ગંદો હોય તો ઘરમાં નકારાત્મકતા ઝડપથી પ્રવેશ કરે છે. એટલા માટે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં ઘરના મુખ્ય દરવાજા અને અંદરના દરવાજા સાફ કરો. આ પછી મુખ્ય દરવાજાની બંને બાજુ પાણી રેડવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું પ્રતિક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની બહાર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. દરરોજ ઘરના માલિક અથવા મોટા પુત્રએ ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિકનું પ્રતીક બનાવીને તેની પૂજા કરવી જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.


આ પણ વાંચોઃ 125 વર્ષ બાદ અખાત્રીજ પર જોવા મળશે પંચગ્રહી યોગ, આ જાતકોની બલ્લે-બલ્લે


ભારતીય પરંપરાઓમાં, ખાસ પ્રસંગોએ ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવામાં આવે છે. ખાસ કરીને દિવાળીમાં રંગોળી બનાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે. પરંતુ આ નિયમિતપણે કરવું જોઈએ. તમે લોટ વડે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ નાની રંગોળી અથવા મા લક્ષ્મીના પગના નિશાન બનાવી શકો છો.


રોજ ઘરમાં પૂજા કરો. પૂજા કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર વાસણમાં પાણી અને હળદરનો છંટકાવ કરવો. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સવારે અને સાંજે ઘરના મુખ્ય દરવાજા પર નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે.


આ પણ વાંચોઃ શનિ બનાવશે દુર્લભ શશ રાજયોગ, આવનારા અઢી વર્ષ સુધી આ રાશિ પર રહેશે શનિ દેવની કૃપા


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube