Car Vastu: આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે, જો દરેક વસ્તુ વાસ્તુ અનુસાર હોય તો વ્યક્તિ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કાર માટે કેટલીક ટિપ્સ પણ આપવામાં આવી છે. કહેવાય છે કે કારમાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જેના કારણે તે કાર વ્યક્તિ માટે લકી સાબિત થઈ શકે છે. તેનાથી અકસ્માતોથી પણ છુટકારો મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન ગણેશની મૂર્તિ
ઘણીવાર લોકો કારમાં ભગવાનની મૂર્તિઓ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ કારમાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કહેવાય છે કે કારમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવાથી આવનાર સંકટ દૂર થઈ જાય છે.


નેચરલ સ્ટોન
વાસ્તુશાસ્ત્ર અનુસાર કારમાં નેચરલ સ્ટોન અને ક્રિસ્ટલ રાખવા ખૂબ જ શુભ માનવામા આવે છે. તેને કારના ડેશબોર્ડ પર મૂકી શકાય છે. કહેવાય છે કે આના કારણે ઘર અને કારનું સંતુલન પણ જળવાઈ રહે છે. જે આવનારી ઘટનાઓને તમારાથી દૂર રાખે છે.


ચાઈનીઝ કોઈન
કારમાં ચાઈનીઝ સિક્કો લટકાવવો એ વાસ્તુશાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. 


એસેંશિયલ ઓઈલ
વાસ્તુશાસ્ત્ર અનુસાર કારમાં લવંડર, પેપરમિન્ટ વગેરે જેવા એસેંશિયલ ઓઈલ મૂડને સારો રાખે છે. તેનાથી મનને શાંતિ મળે છે. તેની સુગંધથી વ્યક્તિ સકારાત્મકતા અનુભવે છે.


મીઠું
વાસ્તુશાસ્ત્ર અનુસાર સકારાત્મકતા માટે મીઠું શ્રેષ્ઠ વિકલ્પ છે. કારની સીટ નીચે કાગળ પર રોક સોલ્ટ રાખવાથી સકારાત્મકતા આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેને બદલતા રહો.


આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  

રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube