Vastu Tips: વર્ષ 2025 ની શરૂઆત થવાની છે. નવા વર્ષને લોકો અલગ અલગ રીતે વેલકમ કરે છે. ઘણા લોકો પોતાના ઘરને સજાવે પણ છે અને સાફ-સફાઈ પણ કરે છે. જ્યારે ઘરને સજાવવાની વાત આવે તો ઘરમાંથી કેટલીક જૂની વસ્તુઓને દૂર કરવામાં આવે છે. અને નવી વસ્તુઓથી ઘરને સજાવવામાં આવે છે. આજે તમને વાસ્તુ અનુસાર એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને નવું વર્ષ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી હટાવી દેવી જોઈએ આ વસ્તુઓ ઘર માટે અશુભ હોય છે. સાથે જ એવી વસ્તુઓ વિશે પણ જણાવીએ જેને નવા વર્ષમાં ઘરે રાખવાથી શુભ ફળ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ


ઘરમાંથી બહાર કરો આ તસવીરો 


1. જો તમારા ઘરમાં કોઈ એવી તસ્વીર હોય કે જેમાં યુદ્ધ થતું હોય અથવા તો હિંસા સંબંધિત હોય તો તેને તુરંત જ હટાવી દો કારણ કે આવી તસવીરો વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. 


2. જો તમારા ઘરમાં તમે કોઈ એવી પેઇન્ટિંગ કે તસ્વીર રાખી હોય જેમાં ઝાડ સુકાયેલું હોય અથવા તો તેના પાંદડા ખરતા હોય તો તેને પણ હટાવી દો તેનાથી ઘરમાં નિરાશા અને નકારાત્મક ઉર્જા વધે છે. 


આ પણ વાંચો: Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા


3. કોઈ વ્યક્તિ ઉદાસ હોય તેવી પેન્ટિંગ કે તસ્વીર પણ ઘરમાં રાખવાથી વાસુદોષ વધે છે. 


નવા વર્ષમાં લગાવો આ તસવીરો 


1. નવા વર્ષની શરૂઆતમાં ઘરની પૂર્વ દિશામાં ઉગતા સૂરજની તસવીર અથવા તો રામ દરબારની તસ્વીર લગાવો. 


2. દક્ષિણ દિશામાં લાલ અથવા નારંગી ફળ કે શાકભાજીની તસવીરો લગાવી શકાય છે તેનાથી વાસ્તુદોષ સમાપ્ત થાય છે. 


આ પણ વાંચો: જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ


3. ધન વૃદ્ધિ માટે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશના ચિત્ર ઘરમાં લગાવી શકાય છે. આ તસવીરોને ઉત્તર દિશામાં લગાવવી શુભ રહે છે. 


4. ઘરની ઉત્તર દિશામાં ઝરણા કે પાણીના વોટરફોલની તસવીરો લગાવવાથી આર્થિક પ્રગતિ થાય છે. 


5. દક્ષિણ અને પશ્ચિમ તરફની દીવાલ પર પર્વતની તસવીરો લગાવવાથી વ્યક્તિનું મનોબળ વધે છે. 


આ પણ વાંચો: વર્ષ 2025 ની શરુઆત થતાં જ થવા લાગશે ધન લાભ, બુધ ગોચરથી 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ


6. વાસ્તુશાસ્ત્ર અનુસાર પરિવારના લોકોને તસવીરોને પૂર્વ કે ઉત્તર પૂર્વમાં લગાવવી શુભ રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)