Vastu Tips: દરેક ઘરમાં નિયમિત પૂજા-પાઠ થતા જ હોય છે. ઘરમાં દરરોજ થતી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. પૂજા કરવાથી ઘરમાં અને જીવનમાં સકારાત્મકતા આવે છે. સાથે જ મનને શાંતિ મળે છે. તેનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો કે તેના માટે જરૂરી છે કે પૂજા કરતી વખતે શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો નિયમ અનુસાર અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો તેનાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘરમાં મંદિર ક્યાં હોવું જોઈએ, ભગવાનનું મુખ કઈ દિશા તરફ હોવું જોઈએ, પૂજા કરનારનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ વગેરે. આજે તમને આવા જ મહત્વના નિયમો વિશે જણાવીએ જેનું પાલન કરવાથી પૂજાનું ફળ તુરંત પ્રાપ્ત થાય છે.
 
પૂજા કરવાના મહત્વના નિયમો


આ પણ વાંચો:


30 વર્ષ પછી એકસાથે સર્જાયા 3 રાજયોગ, આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


દિવાળી પહેલા પલટી મારશે આ રાશિના લોકોનું નસીબ, શનિ, રાહુ અને કેતુ કરશે માલામાલ


ભારતમાં આ સમયે દેખાશે ચંદ્રગ્રહણ, સૂતક કાળ દરમિયાન ન કરવી તુલસી સંબંધિત આ ભુલ


- વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખો. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી શ્રેષ્ઠ છે. પૂર્વ દિશા શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે. તેમજ આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ છે. પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ, જ્ઞાન અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. પૂર્વ તરફ મુખ કરીને પૂજા કરવાથી આપણી અંદર શક્તિ આવે છે.  


- આ સિવાય પૂજા કરતી વખતે હંમેશા આસન પર બેસો.  જમીન પર બેસીને પૂજા કરવાથી પૂર્ણ ફળ મળતું નથી. એ જ રીતે પૂજા સામગ્રીને ક્યારેય જમીન પર ન રાખો. પૂજા સામગ્રી હંમેશા લાકડાના પાટલા પર રાખો.


- ઘરની અંદર મંદિર બનાવતી વખતે ધ્યાન રાખો કે મંદિરની ઊંચાઈ તેની પહોળાઈથી બમણી હોવી જોઈએ. ઉપરાંત મંદિરની નીચે, ઉપર કે બાજુમાં કોઈ શૌચાલય ન હોવું જોઈએ. તેમજ સીડીની નીચે પૂજા રૂમ ન બનાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં મોટા પ્રમાણમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)