Chandra Grahan 2023: ભારતમાં આ સમયે દેખાશે ચંદ્રગ્રહણ, સૂતક કાળ દરમિયાન ન કરવી તુલસી સંબંધિત આ ભુલ
Chandra Grahan 2023: ઓક્ટોબર મહિનામાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે. 28 ઓક્ટોબર અને શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. વર્ષ 2023 નું આ એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં પણ દેખાવાનું છે તેથી તેનું સૂતક કાળ અને ગ્રહણના નિયમો પણ ભારતમાં લાગુ થશે.
Trending Photos
Chandra Grahan 2023: ઓક્ટોબર મહિનામાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે. 28 ઓક્ટોબર અને શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. વર્ષ 2023 નું આ એકમાત્ર ગ્રહણ છે જે ભારતમાં પણ દેખાવાનું છે તેથી તેનું સૂતક કાળ અને ગ્રહણના નિયમો પણ ભારતમાં લાગુ થશે. ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 28 અને 29 ઓક્ટોબરે મધ્યરાત્રીએ હશે. સૂચત કાળ બપોર થી શરૂ થશે. ગ્રહણના સુતક સમયે કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. ગ્રહણ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી હોય છે
ચંદ્રગ્રહણ દરમિયાન ન કરો આ ભૂલ
આ પણ વાંચો:
- ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન અને પાણી દૂષિત ન થાય તે માટે તેમાં તુલસીના પાન ઉમેરી દેવામાં આવે છે. જેથી ગ્રહણની અસર ભોજન પર ન થાય. જોકે તુલસી સંબંધિત કેટલાક નિયમો પણ હોય છે જેનું પાલન કરવું જરૂરી હોય છે.
- શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ કરવો જોઈએ નહીં. આ સમય દરમિયાન તુલસીની પૂજા કરવી નહીં અને તેમાં જળ પણ ચડાવવું નહીં. સુતક કાળ શરૂ થાય તે પહેલા જ તુલસીના પાન તોડી લેવા જોઈએ ત્યાર પછી તુલસીનો સ્પર્શ કરવાની મનાઈ હોય છે.
- ગ્રહણ શરૂ થઈ જાય પછી તુલસીના પાનને સ્પર્શ કરવાની ભૂલ કરવી નહીં. ગ્રહણ સમયે ભોજનની સામગ્રીઓ અને પાણીમાં મુકવા માટે તુલસીના પાન લેવાના હોય તો તે ગ્રહણ શરૂ થાય તે પહેલા જ લઈ લેવા.
- માન્યતા છે કે ગ્રહણ દરમિયાન તુલસીને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે