Vastu tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈપણ ઘર માટે સૌથી વધુ જરૂરી છે કે ત્યાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે હોય. જે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. પરંતુ જ્યાં નકારાત્મક ઉર્જા વધી જાય છે ત્યાં રહેતા લોકોને દરિદ્રતા અને અસફળતાનો સામનો કરવો પડે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવી હોય તો તેના માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જ્યારે નકારાત્મક ઉર્જા વધારે હોય તો ઘરમાં રહેતા વ્યક્તિઓના જીવનમાં સમસ્યાઓ આવે છે. ઘણા લોકો એવા હોય છે જેવો પ્રયત્ન તો ખૂબ કરે છે પરંતુ તેમ છતાં તેમને સફળતા મળતી નથી. ઘરમાં ધન આવે છે પરંતુ ટકતું નથી. અણધાર્યા ખર્ચ ચિંતા નો વિષય બની જાય છે. જો આ પ્રકારની સમસ્યાઓનો સામનો વારંવાર કરવો પડતો હોય તો તેના માટે લોકોની કેટલીક આદતો જવાબદાર હોય છે. 


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોકો એવી ભૂલ કરતા હોય છે જેના કારણે તેમની પ્રગતિ અટકી જાય છે અને ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. વાસ્તુ અનુસાર આ અધતોને સુધારી લેવામાં આવે તો આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. 


પ્રગતિમાં બાધા બને છે આ આદતો


આ પણ વાંચો:


30 વર્ષ પછી સર્જાશે દુર્લભ સંયોગ, મહાશિવરાત્રિથી આ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય


મનમાં હંમેશા રહેતો હોય ભય તો કરો કપૂરના આ ચાર અચૂક ઉપાય, ઘરમાં વધશે સુખ-શાંતિ


બેડ ઉપર બેસીને ભોજન કરવું


ઘણા લોકોને આદત હોય છે કે તે બેડ ઉપર બેસીને ભોજન કરે છે. સુવાની જગ્યા પર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે અને ઘરની સુખ શાંતિનો નાશ થાય છે. જે ઘરમાં લોકો બેડ ઉપર બેસીને ભોજન કરતા હોય છે ત્યાં કરજ પણ વધી જાય છે. 


રાત્રે રસોડું સાફ ન કરવું


ઘણા ઘરમાં લોકો રાત્રે ભોજન કર્યા પછી રસોડાને સાફ કરતા નથી. એઠા વાસણ પણ રસોડામાં જ રાખી મૂકવામાં આવે છે. વસ્તુ અનુસાર રાત્રે હેઠા વાસણ સાફ કર્યા વિના રાખવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે આવા ઘરમાં અનાજ અને પૈસાની તંગી હંમેશા રહે છે.


આ પણ વાંચો :


આ 3 જીવોને ઘરમાં ક્યારેય ન રાખતા, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતાં રોકી શકશો નહીં


સુવા સમયે આ દિશામાં ભૂલથી પણ ન રાખો માથુ, વાસ્તુ શાસ્ત્રથી જાણો સુવાના નિયમ


દૂધ દહીં અને મીઠાનું દાન


શાસ્ત્રોમાં કેહવાયું છે કે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાંથી કેટલીક વસ્તુઓ કોઈને આપવી જોઈએ નહીં. સૂર્યાસ્ત પછી ક્યારેય કોઈપણ વ્યક્તિને દૂધ, દહીં, ડુંગળી અને મીઠાનું દાન કરવું જોઈએ નહીં. સાંજના સમયે આ વસ્તુઓ કોઈને આપવાથી ઘરમાંથી લક્ષ્મીજી જતા રહે છે અને દરિદ્રતા આવે છે.


મુખ્ય દ્વાર પાસે કચરાપેટી


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય કચરાપેટી રાખવી જોઈએ નહીં. શાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વારથી દેવી-દેવતાઓ ઘરની અંદર પ્રવેશ કરે છે તેથી મુખ્ય દ્વાર ઉપર ડસ્ટબિન ક્યારેય રાખવી જોઈએ નહીં.