Vastu Tips: સુવા સમયે આ દિશામાં ભૂલથી પણ ન રાખો માથુ, વાસ્તુ શાસ્ત્રથી જાણો સુવાના નિયમ

Vastu Shastra: વાસ્તુ શાસ્ત્રમાં સુવાની સાચી દિશા જણાવવામાં આવી છે. વાસ્તુ અનુસાર ખોટી દિશામાં સુવાથી માનસિક બીમારી, તણાવ અને નકારાત્મક ઉર્જા મળે છે. જાણો વાસ્તુ અનુસાર સુવાની સાચી દિશા. 
 

Vastu Tips: સુવા સમયે આ દિશામાં ભૂલથી પણ ન રાખો માથુ, વાસ્તુ શાસ્ત્રથી જાણો સુવાના નિયમ

નવી દિલ્હીઃ વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું ખાસ મહત્વ હોય છે. વાસ્તુમાં દરેક ચીજવસ્તુ માટે એક દિશા નિશ્ચિત થઈ ગઈ છે. ખાસ સુવા માટેના પણ નિયમ બનાવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. સારી ઉંઘ લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. વસ્તુ મુજબ સાચી દિશામાં સુવાથી આયુ વધે છે અને બિમારી દૂર રહે છે. જ્યારે ખોટી દિશામાં સુવાથી માનસિક બિમારી, તણાવ, આળસ અને નકારાત્મક ઉર્જા ઘેરાય છે. ત્યારે આજે અમે તમને જમાવીશું કે, સુવા માટેની સાચી દિશા કઈ છે.

આ દિશામાં ભૂલથી પણ ન સુવોઃ
વાસ્તુ અનુસાર, ઉત્તર દિશાની તરફ ક્યારેય માથું રાખીને ન સુવુ જોઈએ. વાસ્તુમાં સુવા માટે ઉત્તર દિશાને અશુભ માનવામાં આવે છે. આ દિશાને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. ઉત્તર દિશાની તરફ સુવાથી વ્યક્તિને મોટી બિમારીનો સામનો કરવો પડે છે. જે વ્યક્તિ ઉત્તર દિશા તરફ માથું રાખીને સુવે છે તે મૃત્યુ માટે ભગવાનને આમંત્રિત કરે છે. ઉત્તર દિશાની તરફ માત્ર મૃત શરીરનું માથું રાખવામાં આવે છે. 

સુવા માટેની સાચી દિશાઃ
વાસ્તુમાં દક્ષિણની તરફ માથું રાખીને સુવાને શુભ માનવામાં આવે છે. સારી ઉંઘ માટે આ દિશાને ખુબ ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી સુખ અને સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય, સૌભાગ્ય, સફળતા અને ધનમાં વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિ વ્યવસાય, રાજનીતિ ક્ષેત્રમાં છે તેને આદર્શ રીતે દક્ષિણની તરફ સુવુ જોઈએ. 

બીજી તરફ પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી યાદશક્તિ, એકાગ્રતા અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધે છે. વાસ્તુ અનુસાર, આ દિશામાં માથું રાખીને સૂવાથી શિક્ષણ અને કરિયરની નવી તકો મળે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, દરેક વ્યક્તિ માટે સ્વસ્થ ઊંઘની શ્રેષ્ઠ દિશા પૂર્વ છે. આ દિશામાંથી શરીરને દરેક પ્રકારની સકારાત્મક ઉર્જા મળે છે. જે વ્યક્તિ તણાવ અથવા ચિંતાથી પીડાય છે તેણે પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર તેનાથી મનને શાંતિ મળે છે.

(નોંધઃ અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news