why not to wear locket : ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાથી આપણી આસપાસ ધર્મ અને ભક્તિ વધુ જોવા મળે છે. તેથી લોકો ભગવા કપડા ધારણ કરે છે. ભગવાનની વસ્તુઓ શરીર પર ધારણ કરે છે. તો કેટલાક લોકો ગળામાં દેવી દેવતાઓના લોકેટ પહેરેલા પણ જોવા મળે છે. કોઈ સોનાની ચેનમાં તો કોઈ ચાંદીની ચેનમં ભગવાનના ફોટો ગળામાં નાંખીને પહેરી છે. અનેક લોકો ધાર્મિક મહત્વ ગણીને ગળામાં ચિન્હ, આલ્ફાબેટ કે પછી દેવી દેવતાના લોકેટ કે પછી તુલસી, રુદ્રાક્ષથી બનેલી માળા પહેરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાર્મિક હેતુથી ખોટું
આ પાછળ માન્યતા છે કે, તેનાથી ભગવાનનો આર્શીવાદ મળે છે. જોકે, ધાર્મિક દ્રષ્ટિકોણથી આવુ કરવું ખોટું છે. કારણ કે, રોજિંદા આપણે લોકો અનેક પ્રકારના શુભ અને અશુભ ગતિવિધિઓથી પસાર થઈએ છીએ. આપણે માત્ર લોકેટ જ નહિ, ભગવાન સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને શરીર પર ધારણ કરવા ન જોઈએ. 


રામ મંદિર માટે આ ગુજરાતી વેપારીએ દાન કર્યું 101 કિલો સોનું, મંદિર બન્યુ સુવર્ણજડિત


પ્રગતિમાં આવે છે બાધા
માન્યતા એવી છે કે, તેનાથી વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે. તેની નેગેટિવ અસર તેમના હેલ્થ પર પડે છે. જોકે, શાસ્ત્રોની માનીએ તો, શરીર પર રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે. પરંતુ લોકેટ પહેરવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે. 


જાણો કેમ દેવી દેવતાના લોકેટ ન પહેરવા જોઈએ


1. શાસ્ત્રોની માનીએ તો ગળામાં દેવી દેવતાનું લોકેટ ધારણ કરવાથી આપણી પ્રગતિમાં બાધા આવે છે. કારણ કે, આપણે આખો દિવસ આપણી જાતે શુદ્ધ રાખી શકતા નથી. આવી સ્થિતિમાં અનેકવાર આપણા એઠા હાથ લોકેટને સ્પર્શ થતા રહે છે. જેનાથી આપણી પ્રગતિ અટકે છે.  


2. પરિણીત લોકોએ ખાસ કરીને દેવી દેવતાનું લોકેટ ન પહેરવુ જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે મતભેદ પેદા થઈ શકે છે.


અવધના આંગણે આજે ધન્ય ઘડી આવી : ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, દીવા પ્રગટાવી ઉજવણી કરાઈ


3. આ ઉપરાંત શરીર પર લોકેટ ધારણ કરવાથ નેગેટિવ અસર ગ્રહોની ચાલને પણ પ્રભાવિત કરે છે. શાસ્ત્રો અનુસાર, અશુદ્ધ થયેલું લોકેટ નકારાત્મકતા ફેલાવે છે. આવા લોકેટ પહેરવાથી માત્ર અશુભ પરિણામ જ મળશે.


4. લોકેટ ધારણ કરવાથી વ્યક્તિને રાહુના દુષ્પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. માન્યતા છે કે, તેનાથી વ્યકિતનો તણાવ વધતો રહે છે. આ કારણે ગળામાં દેવી દેવતાઓનું લોકેટ ન પહેરવુ જોઈએ.  



(Disclaimer: અહી આપવામાં આવેલી માહિતી માન્યતાઓ તથા જાણકારીઓ પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતુ નથી. તેથી તેને ઉપયોગમાં લેતા પહેલા સંબંધિત સલાહ જરૂર લે)


10 વીડિયોમાં જુઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આખો પ્રસંગ, પીએમ મોદી ભાવુક થયા હતા