અવધના આંગણે આજે ધન્ય ઘડી આવી : ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, દીવા પ્રગટાવી ઉજવણી કરાઈ
Jai Shree Ram : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલાં રામમય બન્યું સમગ્ર ગુજરાત.. ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.....મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા..
Trending Photos
Ram Mandir Pran Prathistha : અવધના આંગણે આજે ધન્ય ઘડી આવી ગઈ છે. કરોડો હિંદુઓની વર્ષોની પ્રતિક્ષા અને તપસ્યા બાદ આજે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે. બપોરે 12.39 વાગ્યે ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થશે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું શુભ મુહૂર્ત બપોરે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડ સુધીનું રહેશે. આવી સ્થિતિમાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો સમય મળશે. ભગવાન રામની પ્રતિષ્ઠા પર્વ પર આખા ભારત દેશમાં અનેરો ઉત્સાહ છે. ભગવાન રામના આગમનને વધાવવા માટે ભક્તો પ્રયાસ કરી રહ્યા છે. રામભક્તિમાં આખો ભારત દેશ લીન થઈ ગયો છે. અયોધ્યાના ઐતિહાસિક શુભ અવસરને વધાવવા ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. આજે સાંજે ઘરે ઘરે દીવા પ્રગટાવાશે. ત્યારે ગુજરાત પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે.
કરોડો હિંદુઓની પ્રતિક્ષાનો આજે અંત આવશે. આજે ભવ્ય રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાથી આખો દેશ રામમય બન્યો છે. PM મોદી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમયે હજાર રહેશે. આ માટે અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. અયોધ્યા નગરીને ફૂલોથી શણગારવામાં આવી છે. દેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે.
અંબાજીમાં વેપારીઓ દુકાનની બહાર રંગોળી કરી
ગવાન શ્રીરામ પોતાના વતન ફરી રહ્યા છે ત્યારે રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા જઇ રહી છે તેવા પ્રસંગે અંબાજી પંથકમાં આજે મોડી રાત સુધી રામમય વાતાવરણ જોવા મળ્યું હતું. એટલું જ નહીં વેપારીઓ એ પોતાની દુકાન આગળ ભગવાન શ્રી રામજી ના નામની રંગોળી બનાવી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો. અંબાજી પંથકમાં દિવસ દરમિયાન ગલીએ ગલીએ ભગવાન શ્રી રામ ના ભજનો સાંભળવા મળ્યા હતા અંબાજી મંદિરમાં પણ શ્રી રામજીની ધજા પતાકા લહેરાતા જોવા મળી હતી. અંબાજીના બજારમાં ભગવાન શ્રી રામના નામની રંગોળી યાત્રિકોમાં પણ ભારે આકર્ષણનો કેન્દ્ર બની હતી.
વલસાડમાં 51 હજાર દીવા પ્રગટાવાયા
વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ તિથલ દરિયા કિનારે 51,111 દીપ પ્રજવલિત કરાયા. મંત્રી કનુભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે દીવડા વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે પ્રજવલિત કરવામાં આવ્યા છે. તો અમદાવાદના કર્ણાવતી ક્લબમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખાસ આયોજન કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ પ્રસારણ, સાંજે સુંદરકાંડ અને મહાઆરતીના આયોજનો કરવામાં આવશે. ક્લબમાં ફૂલમાળા, દીવા અને લાઇટિંગનો શણગાર પણ કરાશે. રામ-સીતા રંગોળી, કટઆઉટ અને હનુમાનના ચિત્રો લગાવ્યા છે.
સાવરકુંડલામાં 21 હજાર દીવા પ્રગટાવાયા
સાવરકુંડલાના રિદ્ધિસિધ્ધિ ચોકમાં 21 હજાર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. જય શ્રી રામ,મહાદેવ અને અયોધ્યા મંદિર દીવડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. સમગ્ર સાવરકુંડલા શહેરના લોકો 21 હજાર દીવડા અને મહાઆરતીમાં જોડાયા હતા. સાવરકુંડલા શહેરમાં અયોધ્યા જેવો માહોલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે