Vastu Tips: જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓનું કારણ વાસ્તુદોષ હોય છે. વાસ્તુદોષના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુદોષની અસર ઘરમાં રહેતા દરેક વ્યક્તિના જીવન પર પડે છે. કેટલાક વાસ્તુદોષ એવા હોય છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને તેના કારણે પ્રગતિ અટકી જાય છે ધનહાની થવા લાગે છે અને ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પણ નબળું પડી જાય છે. આવી સ્થિતિમાં આ પ્રકારના વાસ્તુદોષને દૂર કરવા માટે કેટલાક અચૂક અને સરળ ઉપાય કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્રમાં સવારે સ્નાન કર્યા પછી કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિને પૈસાની તંગીથી ઝડપથી છુટકારો મળે છે અને સાથે જ અન્ય ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ આર્થિક સ્થિતિને સુધારતો સૌથી સરળ અને અસરકારક ઉપાય કયો છે.


આ પણ વાંચો:


મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, લાગી જાશે મંગળ દોષ અને જીંદગી થઈ જશે બરબાદ


આજથી વક્રી શનિનું વધ્યું બળ, બળવાન શનિ આ રાશિઓ કરશે માલામાલ, મનની ઈચ્છાઓ થશે પુરી


30 ઓગસ્ટનો દિવસ છે ખૂબ જ ખાસ, ઘરે લાવો આ ખાસ વસ્તુ, ઘર તરફ ખેંચાઈને આવશે માં લક્ષ્મી


- જ્યારે વાસ્તુદોષની અસર પરિવારના દરેક સભ્યોને થવા લાગે ત્યારે કેટલાક અચૂક ઉપાય સ્નાન કર્યા પછી કરી લેવામાં આવે તો વાસ્તુ દોષ થી મુક્તિ મળે છે. 


- સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા પોતાના ઇષ્ટદેવને યાદ કરી તેમની પૂજા કરવી જોઈએ. સવારના સમયે ઇષ્ટદેવની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે. 


- સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાથી ઘરમાં વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને ત્યાર પછી કરેલા કાર્યમાં સફળતા મળવા લાગે છે. 


- વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંત થાય છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. 


- સ્નાન કર્યા પછી ઘરમાં હળદર વાળું પાણી છાંટવું પણ શુભ ગણાય છે આમ કરવાથી ઘરમાં ધનની આવક વધવા લાગે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની આગળ હળદરનું પાણી છાંટવાથી સૌથી વધુ લાભ થાય 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)