Mangalwar ke Upay: મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, લાગી જાશે મંગળ દોષ અને જીંદગી થઈ જશે બરબાદ

Mangalwar ke Upay: સંકટના સમયમાં ભક્ત જ્યારે બજરંગ બલીને યાદ કરે છે તો તેમના દુઃખ દૂર થવા લાગે છે. હનુમાનજીની શક્તિ મોટામાં મોટી સમસ્યાને પણ દૂર કરી દે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. જે પણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી તેમને યાદ કરે છે તેમના ઉપર હનુમાનજી પ્રસન્ન થાય છે.

Mangalwar ke Upay: મંગળવારે ભુલથી પણ ન કરવા આ કામ, લાગી જાશે મંગળ દોષ અને જીંદગી થઈ જશે બરબાદ

Mangalwar ke Upay: મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની આરાધના કરવા માટે સમર્પિત છે. હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે અને તે ભક્તોના સંકટ દૂર કરનાર છે. સંકટના સમયમાં ભક્ત જ્યારે બજરંગ બલીને યાદ કરે છે તો તેમના દુઃખ દૂર થવા લાગે છે. હનુમાનજીની શક્તિ મોટામાં મોટી સમસ્યાને પણ દૂર કરી દે છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. જે પણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી તેમને યાદ કરે છે તેમના ઉપર હનુમાનજી પ્રસન્ન થાય છે. જોકે કેટલાક કામ એવા પણ છે જે હનુમાનજીને નારાજ કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો મંગળવારે આ કામ કરવાથી બચવું જોઈએ. મંગળવારના દિવસે આ પાંચ કામ ભૂલથી પણ કરવા નહીં. 

મંગળવારે ન કરવા આ કામ

આ પણ વાંચો:

1. મંગળવારના દિવસે નખ અને વાળ કપાવવાની મનાઈ છે. આ દિવસે પુરુષોએ દાઢી પણ કરવી જોઈએ નહીં. કહેવાય છે કે મંગળવારે આ ત્રણ કામ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટી જાય છે અને સાથે જ સ્વાસ્થ્ય અને કારકિર્દીમાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.

2. મંગળવારે સાત્વિક આહાર જ લેવો જોઈએ. આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. 

3. શાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે કાળા રંગના કપડા અથવા તો શૃંગારનું સામાન ખરીદવો નહીં. આમ કરવાથી પરિવાર પર સમસ્યાઓ વધે છે. 

4. શાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ સાથે જ આ દિવસે વડીલોનું અપમાન કરવું કે ઘરમાં કલેશ કરવાથી પણ બચવું જોઈએ. જે વ્યક્તિ આ કામ કરે છે તેના પર મંગળદોષ વધે છે. 

5. મંગળવારના દિવસે પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં યાત્રા કરવી પણ અશુભ ગણાય છે તેથી આ દિવસે આ ત્રણ દિશાની યાત્રા કરવાનું ટાળવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news