Ram Darbar: ઘરની આ દિશામાં પધરાવો શ્રી રામ દરબારની તસવીર, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
Ram Darbar: વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં શ્રીરામ દરબારની તસ્વીર લગાડવી હોય તો યોગ્ય દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શ્રી રામ દરબારની તસવીર ઘરમાં યોગ્ય દિશામાં લગાડવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ વધે છે.
Ram Darbar: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે અને વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તેવી કામના હોય તો વ્યક્તિએ વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે ભગવાનની તસવીરો રાખવાની વાત હોય ત્યારે દિશાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ઘરમાં કોઈપણ જગ્યાએ ભગવાનની તસવીર લગાડો છો તો તેનાથી વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે જે ઘણી બધી સમસ્યાઓનું કારણ બને છે.
આ પણ વાંચો: Budh Gochar 2024: બુધ ગ્રહના ધન રાશિમાં પ્રવેશથી 3 રાશિના લોકો થશે માલામાલ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં શ્રીરામ દરબારની તસ્વીર લગાડવી હોય તો યોગ્ય દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શ્રી રામ દરબારની તસવીર ઘરમાં યોગ્ય દિશામાં લગાડવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ વધે છે. જો ખોટી દિશામાં આ તસવીર લગાડવામાં આવે તો વ્યક્તિને દુઃખોનો સામનો કરવો પડે છે. તો ચાલો આજે તમને જણાવીએ ઘરની કઈ દિશામાં શ્રી રામ દરબારની તસ્વીર લગાડવી શુભ છે.
રામ દરબાર તસવીરનું મહત્વ
આ પણ વાંચો: Shukra Gochar 2024: શુક્ર ફળશે 3 રાશિઓને, 18 જાન્યુઆરી પછી આ લોકોનો બદલશે સમય
શ્રી રામ દરબારમાં ભગવાન શ્રીરામની સાથે માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી વિરાજમાન હોય છે. ઘરમાં આ તસવીર લગાડવામાં આવે અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ઘરમાં ભગવાન શ્રીરામ દરબારની તસ્વીર લગાડવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારનો વાદ-વિવાદ થતો નથી.
કઈ દિશામાં લગાડવો શ્રી રામ દરબાર ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શ્રી રામ દરબારની તસ્વીર લગાડવા માટે પૂર્વ દિશાની દીવાલ યોગ્ય છે. આ તસવીરને લગાડવા માટે પૂર્વ દિશા સૌથી ઉત્તમ છે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને શાંતિ વધે છે. સાથે જ વાસ્તુદોષથી પણ છુટકારો મળે છે.
આ પણ વાંચો: Makar Sankranti 2024: આ વસ્તુઓના દાન વિના મકર સંક્રાંતિ રહે છે અધુરી
કેવી રીતે કરવી પૂજા?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે જાગી સ્નાન કરી સ્વચ્છ વિસ્તરણ ધારણ કરવા ત્યાર પછી રામ દરબારને ગંગાજલથી સાફ કરો અને ત્યાર પછી તેમને વસ્ત્ર અર્પણ કરી કંકુ ચોખા અને ફૂલ ચઢાવો. અંતમાં પ્રસાદનો ભોગ ધરાવી આરતી કરો. આરતી કર્યા પછી પ્રસાદ પરિવારના સભ્યોને ખવડાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)