Vastu Tips For Toilet And Bathroom: વર્તમાનમાં ઘરોમાં બાથરૂમ અને ટોયલેટ એક સાથે બનાવવાનું પ્રચલન થઈ ગયું છે, પરંતુ સ્નાનઘર તથા શૌચાલય એક સાથે હોવુ વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ દોષને કારણે પરિવારના સભ્યોએ ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિની જગ્યાએ દરિદ્રતાનું આગમન થાય છે. આ સાથે ઘરના સભ્યો વચ્ચે વિવાદ થવા લાગે છે. જાણો કેમ શૌચાલય અને સ્નાનઘર એક સાથે ન બનાવવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સ્નાન ઘર તથા શૌચાલય રાહુ અને ચંદ્રમાનું સ્થાન ગણાવવામાં આવ્યું છે. ચંદ્રમાના દૂષિત થતા ઘણા પ્રકારના દોષ ઉત્પન્ન થવા લાગે છે. માનસિક અશાંતિ વધે છે. 


2. ચંદ્રમા મન અને જળના કારક છે અને રાહુ વિષનો. તેનો પ્રભાવ વ્યક્તિના મન અને શરીર પર પડે છે. તેવામાં પરિવારમાં તાલમેલનો અભાવ રહેવાની સંભાવના રહે છે. 


3. લોકોમાં સહનશીલતામાં કમી આવે છે. મનમાં એકબીજા પ્રત્યે રાગ-દ્વેષની ભાવના વધે છે. તેથી શૌચાલય અને બાથરૂમ એક સાથે હોવાથી પરિવારમાં અણબનાવ શરૂ થઈ જાય છે. 


4. ટોયલેટમાં સ્નાન અને ટોયલેટ સીટના મધ્યમાં એક પડદો કે પાર્ટીશન લગાવી દેવું જોઈએ. 


આ પણ વાંચોઃ ડિસેમ્બર મહિનામાં નવમ પંચમ યોગ સહિત 3 શુભ યોગ, આ 5 જાતકોને થશે મહાલાભ


શું કરો ઉપાય
1. નેગેટિવિટીને દૂર કરવા માટે તમે કાચના કટોરામાં સાદુ નમક અને સેંઘા નમક નાખો. દર 15 દિવસે નમક બદલતા રહો. નમક તથા કાચ રાહુથી સંબંધિત છે, આ બંને વસ્તુ રાહુના અશુભ પ્રભાવને દૂર કરે છે. 


2. બાથરૂમનો ઉપયોગ કરી તેને ગંદુ છોડો નહીં. બાથરૂમને હંમેશા સ્વચ્છ રાખો. 


3. જો સ્નાનઘર અને શૌચાલય એક સાથે બનેલા છે તો બંને વચ્ચે એક પડદો લગાવી .ો


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube