Rajyog December 2023: ડિસેમ્બર મહિનામાં નવમ પંચમ યોગ સહિત 3 શુભ યોગ, આ 5 જાતકોને થશે મહાલાભ
December Grah Gochar: વર્ષ 2023ના છેલ્લા મહિના ડિસેમ્બર ગ્રહોના રાશિ પરિવર્તનના મામલામાં ખુબ ખાસ રહેવાનો છે. આ મહિનામાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને ગુરૂ સહિત 5 મોટા ગ્રહ પોતાની ચાલ બદલશે. આ મોટા ગ્રહોના ગોચરથી ઘણા રાજયોગ પણ બનશે. ડિસેમ્બર મહિનામાં આદિત્ય મંગળ અને બુધ આદિત્ય રાજયોગ બનશે. આ સાથે મહિનાના અંતમાં ગજલક્ષ્મી રાજયોગનું પણ નિર્માણ થશે. સૂર્ય અને ગુરૂનો નવમ પંચમ યોગ બનશે. જેનાથી મેષ, સિંહ સહિત 5 રાશિના જાતકોનું ડિસેમ્બર મહિનામાં રાતોરાત ભાગ્ય ચમકી જશે અને વર્ષ 2023નો છેલ્લો મહિનો લાભકારી સાબિત થશે. જાણો આ રાશિઓ વિશે....
મેષ રાશિ
વર્ષ 2023નો છેલ્લો મહિનો મેષ રાશિના જાતકો માટે સુખ-સૌભાગ્ય લાવશે. દરેક કામ સફળ થશે. કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિની તક મળશે. નવી પ્રોપર્ટીની ખરીદીનો શુભ યોગ બનશે. ધન-સંપત્તિમાં વધારો થશે અને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે.
સિંહ રાશિ
વર્ષ 2023નો છેલ્લો મહિનો સિંહ રાશિના જાતકો માટે ખુબ શુભ રહેવાનો છે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. સાથીનો સહયોગ મળશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનની તક વધશે અને કાર્યોની પ્રશંસા થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો લાભકારી રહેવાનો છે. જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં સકારાત્મક માહોલ રહેશે. સંબંધોમાં સુધાર થશે. કોર્ટ-કચેરીના કામમાં વિજયી થશો. ક્રોધથી બચો. આ મહિને તમારા દરેક નિર્ણય સાચા સાબિત થશે અને કરિયરમાં પ્રગતિની તક મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ડિસેમ્બરનો મહિનો કોઈ વરદાનથી ઓછો નથી. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. તમારી મહેનત રંગ લાવશે અને કાર્યોમાં અપાર સફળતા મળશે. આ મહિને તમે આર્થિક મામલામાં ભાગ્યશાળી રહેશો અને ધન-સંપત્તિમાં વધારાનો યોગ બનશે.
મીન રાશિ
પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ રહેશે. પરિવાર અને મિત્રોના સપોર્ટથી દરેક કામમાં સફળ થશો. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. નવી નોકરીની તક મળશે. વેપારમાં નફો થશે અને આવકના નવા સાધનોથી ધન લાભ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રની સલાહ જરૂર લો.
Trending Photos