વૈદિક જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. દરેક ગ્રહની સ્થિતિમાં થનારો આ  ફેરફાર દેશ દુનિયા સાથે તમામ 12 રાશિઓને પણ પ્રભાવિત કરે છે. હવે 29-30 નવેમ્બરની રાતે શુક્ર તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેનાથી શુક્ર અને દેવગુરુ બૃહસ્પતિ આમને સામને આવી જશે. ગુરુ-શુક્રની આ સ્થિતિ પાંચ રાજયોગ બનાવશે. જ્યોતિષ ગણતરી મુજબ લગભગ 700 વર્ષ બાદ ગુરુ-શુક્ર આમને સામને આવવાથી શશ, કેન્દ્ર ત્રિકોણ, માલવ્ય, નવપંચમ, રુચક રાજયોગ બનશે. આ રાજયોગનો પ્રભાવ કેટલીક રાશિઓ પર ખુબ શુભ પડશે. નવા વર્ષ 2024માં કઈ રાશિઓને આ રાજયોગ ધન દૌલતની સાથે કરિયરમાં સફળતા અપાવી શકે છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. નોકરીયાતો માટે પણ આ રાજયોગ શુભ રહેવાનો છે. ગુરુ-શુક્રની સ્થિતિથી તમને પ્રમોશન મળી શકે છે. પરિણીત લોકોનું જીવન ખુશહાલ રહેશે. જીવનસાથી સાથે સંબંધમાં મધુરતા આવશે. કેટલાક જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે આ 5 રાજયોગના કારણે જીવનના અનેક ક્ષેત્રોમાં સારા પરિણામ મળી શકે છે. નોકરીની શોધ કરનારા લોકોને નોકરીની સારી તકો મળી શકે છે. કેટલાક જાતકોને પદ પ્રતિષ્ઠાનો લાભ મળશે. તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે જેનાથી સફળતા કદમ ચૂમશે. ધનની આવક થશે. તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો. 


ધનુ રાશિ
આ પાંચ રાજયોગ ધનુ રાશિવાળાને લાભ પહોંચાડશે. કેટલાક જાતકોને આ સમયગાળામાં વિદેશમાં નોકરીની સારી તક મળી શકે છે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસની તકો મળી શકે છે. ગુરુ અને શુક્રની કૃપાથી તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ યોગના પ્રભાવથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. 


મકર રાશિ
મકર રાશિવાળા માટે આ પાંચ રાજયોગ આર્થિક અને પ્રોફેશનલ રીતે લાભકારી સિદ્ધ થઈ શકે છે. જો તમે નોકરી કરી રહ્યા હોવ તો ઓફિસમાં તમને પદોન્નતિ મળી શકે છે. મોડલિંગ, અભિનય, સંગીત, મીડિયા વગેરે ક્ષેત્રના લોકોને આ દરમિયાન સારી પ્રગતિ જોવા મળી શકે છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો તે દરમિયાન તમને સારા સમાચાર મળી શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube