5 દિવસ બાદ શક્તિશાળી ગ્રહ કરશે ગોચર, આ 3 રાશિવાળાની ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે
Shukra ka Rashi Parivartan 2023 October: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય અને ભોગ વિલાસ પ્રદાન કરનારો ગ્રહ ગણવામાં આવ્યો છે. કુંડળીમાં શુક્ર શુભ હોય તો જાતક આલિશાન જીવન જીવે છે. તેને કોઈ ચીજની કમી રહેતી નથી. જ્યારે શુક્ર અશુભ દશામાં હોય તો અભાવગ્રસ્ત જીવન આપે છે.
Shukra ka Rashi Parivartan 2023 October: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય અને ભોગ વિલાસ પ્રદાન કરનારો ગ્રહ ગણવામાં આવ્યો છે. કુંડળીમાં શુક્ર શુભ હોય તો જાતક આલિશાન જીવન જીવે છે. તેને કોઈ ચીજની કમી રહેતી નથી. જ્યારે શુક્ર અશુભ દશામાં હોય તો અભાવગ્રસ્ત જીવન આપે છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ શુક્ર ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમયે શુક્ર કર્ક રાશિમાં છે અને 2 ઓક્ટોબર 2023ના રોજ શુક્ર રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર લગભગ 23 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આ રીતે ઓક્ટોબરના લગભગ આખા મહિનામાં શુક્ર સિંહ રાશિમાં રહીને કેટલીક રાશિઓ પર ખુબ મહેરબાન રહેશે. આ 3 રાશિવાળાને શુક્ર ખુબ પૈસો આપશે , સુખ સુવિધાઓ આપશે અને કરિયરમાં પ્રગતિની તકો પણ આપશે. ઓક્ટોબર મહિનો આર્થિક અને કરિયરની રીતે કઈ રાશિવાળા માટે શુભ છે તે ખાસ જાણો.
શુક્ર ગોચરની રાશિઓ પર શુભ અસર
આ 3 રાશિવાળાને શુક્રનું ગોચર ખુબ ફાયદો કરાવશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ...
મેષ રાશિ
મેષ રાશિવાળા માટે શુક્રનું ગોચર ખુબ લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. તમે ખુબ ધન કમાશો અને સુખ સુવિધાઓ પર ખર્ચ પણ કરશો. પરિવાર સાથે સારો સમય વિતાવશો. તમારી જવાબદારીઓ વધશે. કોઈ લાંબા પ્રવાસ પર જઈ શકો છો.
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને આ શુક્ર ગોચર આ રાશિવાળાને ખુબ લાભદાયી રહેશે. દરેક મામલામાં સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે. તમે નવું ઘર કે ગાડી ખરીદી શકો છો. સંપત્તિથી લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જૂની તમામ સમસ્યાઓ દૂર થશે. તમને કરિયરમાં નવી તક મળશે.
સિંહ રાશિ
શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં જ પ્રવેશ કરશે અને આ રાશિના લોકોને મોટો ફાયદો કરાવશે. આ લોકોને ભાગ્યનો સાથ મળવા લાગશે. તમારો આત્મવિશ્વાસ વધશે, જૂના રોકાણથી ફાયદો થશે. વેપારથી મોટો ફાયદો થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. ક્યાંકથી અચાનક પૈસા મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)