Venus Transit 2023: જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને આનંદ, વૈભવ અને સુખ-સમૃદ્ધિ જીવન આપનાર ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં આ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તેમને પૈસા અને સારા જીવન માટે સંઘર્ષ કરવો પડતો નથી. નવેમ્બર મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ઘણો મહત્વનો રહેવાનો છે. આ મહિનામાં 3 નવેમ્હરે શુક્ર સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર 29મી નવેમ્બર સુધી ગોચર કરશે. તેમના આ રાશિમાં પરિવર્તનની 3 રાશિઓને શુભ ફળ પ્રાપ્ત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ


આ પણ વાંચો:


Astro Tips: લોબાનના આ ઉપાયો દુર કરશે સમસ્યાઓ, આર્થિક તંગીથી મળશે મુક્તિ


 


ઘરમાં ઝાડુ રાખવાના પણ હોય છે નિયમ, યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ


આ રાશિના લોકો સાથે પ્રેમ કરનારને નથી થતો પસ્તાવો, કારણ કે હોય છે સૌથી વધુ રોમેન્ટિક
 
શુક્રના કન્યા રાશિમાં પ્રવેશ સાથે કર્ક રાશિવાળા લોકોને શુભ પરિણામ મળવાનું શરૂ થશે. આ સમય  દરમિયાન ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. કરિયરમાં પ્રગતિના માર્ગો ખુલશે.  અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે અને વ્યવસાયમાં લાભ થશે. આવકની નવી તકો સામે આવશે અને પૈસાની બચત પણ થઈ શકે છે.


કન્યા રાશિ


શુક્રના રાશિ પરિવર્તનના કારણે કન્યા રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સમયે તમારું કામ તમારી ઓળખ બની જશે. પ્રમોશનની શક્યતાઓ ઉભી થતી જણાય. પરિવારના સહયોગથી તમને વેપારમાં ફાયદો થશે.


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન સકારાત્મક સાબિત થશે. આ સમય દરમિયાન કરિયરમાં બદલાવ આવશે. જો તે ભાગ્ય તમારો સાથ આપશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)