Shukar Gochar 2023: વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ ચોક્કસ સમયગાળા માટે રાશિ પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તનની શુભ અને અશુભ બંને પ્રકારની અસરો લોકો પર જોવા મળે છે.  આગામી સપ્તાહમાં એટલે કે મંગળવાર અને 30 મે 2023ના રોજ સાંજે 7.39 કલાકે સુખ-સમૃદ્ધિ અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. શુક્ર કર્ક રાશિમાં 7મી જુલાઈ સુધી ગોચર કરશે. ત્યારપછી તે સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. હાલ તો 30 તારીખે થનાર રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિ એવી છે જેના પર શુક્રના રાશિ પરિવર્તનનો અશુભ પ્રભાવ પડશે અને તેમને સાવધાન રહેવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


શુક્રવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો


Rudraksha: રુદ્રાક્ષ પહેરી ક્યારેય ન કરવા આ કામ, કરશો ભુલ તો જીવનમાં વધશે સમસ્યાઓ


અનેક દોષથી મુક્તિ અપાવે છે કાળો દોરો, આ એક ઉપાય કરી લેવાથી બદલી જશે ભાગ્ય


તુલા રાશિ


શુક્રનું રાશિ પરિવર્તન તુલા રાશિના 10માં ભાવમાં થશે. આ પરિવર્તન તમારા કાર્યસ્થળ માટે અનુકૂળ નથી. આ દરમિયાન તમારે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું.  તમારા સાથીદારો અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. જેના કારણે તમારે નોકરીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ તમારી દલીલ થઈ શકે છે.


ધન રાશિ


શુક્રનું રાશિ પરિવર્તન 8માં ભાવમાં થવાનું છે. જે નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. આ સમય દરમિયાન તમારે કોઈપણ અનૈતિક કાર્ય ન કરવું જોઈએ, નહીં તો તમારે તમારું માન ગુમાવવું પડશે. પરિવારના સભ્યો સાથે ઝઘડો થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમારા પાર્ટનર સાથે સંબંધ ન બગાડો. આ સમયે પૈસાનું રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કુંભ રાશિ


આ ગોચરના કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં પણ ઊથલપાથલ રહેશે. તમારા વિરોધીઓ તમારા પર હાવી થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા કેટલાક સાથીદારો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે તમારા કામ પર જ સંપૂર્ણ ધ્યાન આપવું. નોકરીમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. મિલકત તમારા માટે વિવાદનું કારણ બની શકે છે.  આ સમય દરમિયાન તમારી જાતને દરેક પ્રકારના વાદ-વિવાદથી દૂર રાખો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)