Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને દૈત્યોના ગુરુ કહેવાય છે. શુક્ર ગ્રહ શુભ ગ્રહ પણ છે કારણ કે શુક્ર ગ્રહના કારણે જ વ્યક્તિને જીવનમાં ધન, વૈભવ, ઐશ્વર્ય મળે છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખ, પ્રેમ અને સૌંદર્ય આપે છે. કુંડળીમાં જો શુક્ર ગ્રહ શુભ હોય તો વ્યક્તિ રાજા જેવું વૈભવી જીવન જીવે છે. તેના જીવનમાં ક્યારેય ધન-સંપત્તિની ખામી સર્જાતિ નથી. ડિસેમ્બર મહિનો શરૂ થવાનો છે અને આ મહિનામાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થવાના છે. ડિસેમ્બર મહિનામાં શુક્ર પણ રાશિ પરિવર્તન કરશે અને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગ્રહનું આ રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકો માટે શુભ રહેવાનું છે. આ ત્રણેય રાશિના લોકોને શુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ અઢળક લાભ કરાવશે. આ રાશિના લોકોને અચાનક ધન મળી શકે છે અને તેમની અધુરી મનોકામના આ સમય દરમિયાન પૂરી થઈ શકે છે 


આ પણ વાંચો: દીકરા-દીકરીના લગ્ન લેવાના હોય તો જાણી લો, દેવદિવાળી બાદ આખા વર્ષમાં માત્ર 44 મુહૂર્ત


તુલા રાશિ


શુક્ર ગ્રહ તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. તેથી આ ગ્રહ ગોચર તુલા રાશિના લોકોને મોટો લાભ કરાવશે. આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનમાં આવેલી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને આવક વધશે. લવ લાઈફ પણ સારી રહેશે. સિંગલ લોકોને લવ પાર્ટનર મળી શકે છે અને લગ્ન પણ નક્કી થઈ શકે છે. આ સમય દરમિયાન પર્સનાલિટી માં આકર્ષણ વધશે.


આ પણ વાંચો: હળદરના આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી થશે પ્રસન્ન, કારતક મહિનામાં અચૂક કરો


મકર રાશિ


મકર રાશિના લોકોને શુક્રનું ગોચર લાભ કરાવશે. આ સમય દરમિયાન તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને આવકમાં અચાનક વધારો થશે. આ સમય દરમિયાન તમે બચત કરવામાં પણ સફળ રહેશો. મહત્વપૂર્ણ ડીલ ફાઇનલ થઈ શકે છે જે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે. સંપત્તિ કે વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. રોકાણથી લાભ થશે.


આ પણ વાંચો: Shani Dosh: શનિ દોષના કારણે જીવનમાં આવે છે આવા સંકટ, જાણો શનિ દોષ દુર કરવાના ઉપાય


મીન રાશિ


શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકોને ધન લાભ કરાવશે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકી જશે અને તમને સફળતા પ્રાપ્ત થશે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. વેપારીઓને વિશેષ લાભ થશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: