Haldi Ke Totke: હળદરના આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી થશે પ્રસન્ન, કારતક મહિનામાં એકવાર અચૂક કરો
Haldi Ke Totke: કારતક મહિનામાં જપ અને વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે. કારતક મહિનામાં હળદરના ઉપાય કરવા ખૂબ જ શુભ ગણાય છે.
Trending Photos
Haldi Ke Totke: કારતક મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો સ્નાન, દાન અને ઉપવાસનો હોય છે. કારતક મહિના દરમિયાન કરેલા કેટલાક કાર્યથી વ્યક્તિના પાપ મટી જાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે. કારતક મહિનામાં વિશેષ રીતે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને તુલસી માતાની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં કેટલાક ઉપાય કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. કારતક મહિનામાં જપ અને વ્રત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે. કારતક મહિનામાં હળદરના ઉપાય કરવા ખૂબ જ શુભ ગણાય છે.
હળદરના ઉપાય
ઘણા લોકો સાથે એવું થતું હોય કે તેઓ મહેનત કરતા હોય પરંતુ તેમને પરિણામ સારું મળતું ન હોય. આવી સ્થિતિમાં કારતક મહિના દરમિયાન ગાંઠની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિના અધૂરા કામ પૂરા થવા લાગે છે અને કાર્યોમાં સફળતા મળે છે.
જો તમારી સાથે પણ એવું થતું હોય કે ઘરમાં ધનની આવક થાય પરંતુ ધન ટકતું ન હોય તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હળદરનો આ ઉપાય કરો. તેના માટે હળદરની ગાંઠ લઈ તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. ત્યાર પછી રોજ આ ગાંઠની પૂજા કરો અને લક્ષ્મી મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે