Vipreet Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ દર દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. રાહુ હંમેશા વક્રી ચાલે છે. રાહુ ગ્રહે ગયા વર્ષે મીન રાશિમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2024 માં આ ગ્રહ મીન રાશિમાં જ ગોચર કરશે. હવે 24 એપ્રિલ સુધી શુક્ર મીન રાશિમાં છે. ત્યાર પછી શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં રાહુ અને શુક્રની યુતિથી વિપરીત રાજયોગ બન્યો છે. વિપરીત રાજયોગ 24 એપ્રિલ સુધી રહેશે. 24 એપ્રિલ સુધીનો સમય ત્રણ રાશિના લોકો માટે અત્યંત શુભ છે. વિપરીત રાજ્યોગ આગામી 10 દિવસમાં આ ત્રણ રાશિના લોકોને ધન લાભ અને કારકિર્દીમાં લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ આગામી 10 દિવસ કઈ રાશિ માટે અતિ ઉત્તમ છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 એપ્રિલ સુધીનો સમય 3 રાશિ માટે શુભ 


આ પણ વાંચો: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે


વૃષભ રાશિ 


વિપરીત રાજયોગના કારણે આગામી 10 દિવસમાં વૃષભ રાશિના લોકોને શુભ ફળ મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે અને આવકમાં વધારો થવાના પણ પ્રબળ યોગ છે. અગાઉ કરેલા રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. શેર માર્કેટથી લાભ થવાની સંભાવના છે. પરીજનો સાથે સંબંધ મજબૂત થશે. સમય સારો છે. 


આ પણ વાંચો: ઘરમાં રુપિયા આવે પણ ટકતા નથી ? તો દર રવિવારે કરો આ કામ, દુર થશે પૈસાની તંગી


મિથુન રાશિ 


વિપરીત રાજયોગ મિથુન રાશિના લોકો માટે પણ શુભ અને ફળદાયી સાબિત થશે. આ રાજયોગ નોકરી અને બિઝનેસમાં લાભ કરાવશે.. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરી શોધતા લોકોને નોકરી મળી શકે છે. કારકિર્દીમાં નવી તકો મળશે. વેપારમાં સારો આર્થિક લાભ થઈ શકે છે. યોગ્યતાના દમ પર મોટી સફળતા પ્રાપ્ત કરી શકો છો. નવું ઘર કે ગાડી ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. 


આ પણ વાંચો: Roti Ke Upay: થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ, જો થાળીમાં કોઈ 3 રોટલી આપે તો શું કરવું ?


મીન રાશિ 


મીન રાશિમાં જ રાહુ અને શુક્રની યુતિ સર્જાઈ છે. મીન રાશિના લોકો માટે વિપરીત રાજયોગ અત્યંત શુભ છે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. વેપારમાં સારી ડીલ મળી શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ બની શકે છે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)