Vipreet Rajyoga 2023: વિપરીત રાજયોગનું વૈદિક જ્યોતિષમાં ખુબ મહત્વ છે અને તે વ્યક્તિઓને સફળતા, સમૃદ્ધિ અને સન્માનનો માર્ગ પ્રદાન કરે છે. આ યોગ બનવાથી વ્યક્તિ પોતાની ક્ષમતાનો અનુભવ કરે છે અને નવી સંભાવનાઓનો લાભ ઉઠાવી શકે છે. ગ્રહોના પરિવર્તનને કારણે 50 વર્ષોમાં બનનારા વિપરીત રાજયોગનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. આ વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ સફળતા અને સમૃદ્ધિ લાવે છે. જાણો વિપરીત યોગથી કઈ રાશિના જાતકોને મળશે સફળતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મેષ રાશિના જાતક જેની જન્મ કુંડળીમાં વિપરીત રાજયોગ છે, તે પોતાના કામોમાં વધુ પ્રભાવ અને લાભની આશા કરી શકે છે. જો તે પોતાના નેતૃત્વનું પાલન કરે છે તો તે મહત્વપૂર્ણ સફળતાનો અનુભવ કરી શકે છે અને ધનલાભ મેળવી શકે છે. તે શેર બજારમાં સકારાત્મક વિકાસનો પણ અનુભવ કરી શકે છે. 


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને વિપરીત રાજયોગથી લાભ થશે. તેને કરિયરમાં સારી તક મળશે અને પોતાના પક્ષમાં અનુકૂળ નિર્ણય મળવાની સંભાવના છે. લાભદાયક વેપાર વ્યવહાર અને સમાજમાં માન્યતાની આશા કરી શકાય છે, સાથે નાણાકીય લાભ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર


તુલા રાશિઃ તુલા રાશિના જાતકોની કુંડળીમાં વિપરીત રાજયોગ હોવાથી તે ખુદને ભાગ્યશાળી માની શકે છે. તે ગુમાવેલી સંપત્તિ પરત મેળવી શકે છે અને પોતાના કરિયરમાં પ્રગતિ કરી શકે છે. વિદેશ યાત્રાની પણ સંભાવના છે, અને શેર બજાર સહિત રોકાણના માધ્યમથી નાણાકીય લાભ મેળવી શકે છે. 


મકર રાશિઃ વિપરીત રાજયોગવાળા મકર રાશિના વ્યક્તિ મહત્વપૂર્ણ લાભની આશા કરી શકે છે. તેની ઈચ્છા પૂરી થઈ શકે છે અને તેના સાથે દરેક પ્રયાસોમાં તેનું સમર્થન કરશે. તે સારા સ્વાસ્થ્ય અને સામાજિક સ્થિતિમાં વધારાની આસા રાખી શકે છે અને તેની સલાહને મહત્વ આપવામાં આવશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube