ગુજરાતમાં હવે કોઈપણ ડેવલપર સ્થાપી શકશે રિન્યુએબલ એનર્જી પાર્ક: સરકારનો મોટો નિર્ણય
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય. ગુજરાતમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક , વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે: તેનો પાવર અથવા એસેટ નાના અને મધ્યમ ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૧૦૦ GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને લગતા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવતો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રી કનુ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ+સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે.
રાજ્યમાં કોઈપણ ડેવેલપર સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. સાથે જ તેઓ પાર્કમાં જનરેટ થતો પાવર અથવા એસેટ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ કેપેસીટી ૫૦૦ GW તેમજ ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૧૦૦ GW સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે.
આ નિર્ણયથી અંદાજિત ૩૦૦ મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થઈ શકશે તેમજ આગામી ચાર વર્ષમાં ઓપન એક્સેસમાં બે ગીગાવોટના નવા પ્રોજેક્ટ પણ ડેવલપ થશે. તેનાથી અંદાજિત ૧,૦૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. ઉપરાંત આ નિર્ણયથી ગુજરાતની બધી જ ઇન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો થશે તેમજ વૈશ્વિક બજારમાં ગુજરાતની પ્રોડક્ટ કોમ્પિટિટિવ પ્રાઇઝમાં ઉપલબ્ધ કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે