Viprit Raj Yog: ગ્રહોના રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનને કારણે ઘણીવાર કુંડળીમાં શુભ કે અશુભ યોગનું નિર્માણ થાય છે. તો કન્યા રાશિમાં 18 ઓગસ્ટના દિવસે મંગળે પ્રવેશ કરી વિપરીત રાજયોગનું નિર્માણ કર્યું હતું. મંગળના પ્રવેશથી બનેલ વિપરીત રાજયોગ 18 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં રહેશે. કન્યા રાશિમાં વિપરીત રાજયોગ બનવાથી કેટલાક જાતકોને ફાયદો થવાનો છે, આવો જાણીએ 18 સપ્ટેમ્બર સુધી કઈ રાશિઓ માટે વિપરીત રાજયોગ ફાયદાકારક રહેવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મંગળના પ્રવેશથી બનેલો વિપરીત રાજયોગ મેષ રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહ્યો છે. આ રાશિના જાતકોને કાયદાકીય મામલામાં શુભ સમાચાર મળી શકે છે.ડ કરિયરમાં બનાવેલા પ્લાન્સમાં સારી પ્રગતિ થશે. તમારા વિપક્ષી તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તો આ દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં પણ વધારો થશે. 


તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે તે વિપરીત રાજયોગ ખુબ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. આ યોગ બનવાથી આર્થિક સ્થિતિઓ સારી રહેવાની છે અને તમે તમારા ખર્ચ પર પણ લગામ લગાવશો. આ દરમિયાન વેપાર સાથે જોડાયેલ કોઈ શુભ સમાચાર મળી શકે છે. નાની-મોટી સમસ્યા તમે તમારા સાહસની સાથે સરળતાથી પાર કરી લેશો. તો પરિવારની સાથે સમય પણ પસાર કરી શકશો. 


આ પણ વાંચોઃ સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો


કર્ક રાશિ
વિપરીત રાજયોગ બનવાથી કર્ક રાશિના જાતકોને લાભ મળશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત બનશે. કાર્ય ક્ષેત્રમાં સફળતા હાસિલ કરશે અને તમારા શત્રુઓને માત આપશો. આ દરમિયાન તમે આત્મવિશ્વાસ સાથે ઓફિસમાં સારૂ પરફોર્મંસ કરશો. તો કામના સિલસિલામાં યાત્રા પણ કરવી પડી શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)