જલારામ જયંતી માટે દુલ્હનની જેમ સજાવાયું આખું વીરપુર : ભક્તો માટે ખાસ આયોજન કરાયું
Jalaram Jayanti : રવિવારના રોજ આવતી ૨૨૪મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું
Virpur News નરેશ ભાલીયા/જેતપુર : સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી ૨૨૪મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે. અને બાપાની જન્મ જયંતિનો નિમિતે અત્યારથી જ કિડીયારાની જેમ ભાવિકોની ભીડ ઉમટી પડી છે.
જ્યા ટુકડો ત્યા હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે ૨૦૪ વર્ષે પણ સતત સદાવ્રત ચાલુ જ છે તે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી રવિવારને કારતક સુદ સાતમના રોજ આવતી ૨૨૪મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં ભાવિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી : વર્લ્ડકપ ફાઈનલમાં વરસાદ આવશે કે નહિ
દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓનો દિવસો અને આ દિવસોનો ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવારો સાથે હરવા ફરવાના તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા હોય જેમાં સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળે છે તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોય ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમળો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે. રવિવારે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકો દ્વારા આખરીઓપ આપી દેવામાં આપવામાં આવ્યો છે.
બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનો દ્વારા બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે.
અમરેલીમાં ખતરનાક અકસ્માત : ખાલી બસ અને મુસાફરો ભરેલી બસ એકબીજા સાથે અથડાઈ