Vishnu Rekha in Palm: હસ્તરેખાશાસ્ત્રમાં શુભ-અશુભ રેખાઓ, પ્રતીકોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત જીવન પર તેની અસર વિશે પણ જણાવવામાં આવ્યું છે. હથેળીની કેટલીક રેખાઓ ખૂબ જ શુભ હોય છે, જે રાશિના જાતકોને અપાર ધન, કીર્તિ, ઉચ્ચ પદ, સન્માન, વૈવાહિક સુખ આપે છે. વિષ્ણુ રેખા પણ તેમાંથી એક છે. જે વ્યક્તિના હાથમાં વિષ્ણુ રેખા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેને જબરદસ્ત લક્ઝરી મળે છે, પદ-પૈસો માન-સમ્માન બધું જ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથમાં વિષ્ણુ રેખા ક્યાં હોય છે?


જ્યારે હથેળીમાં હૃદય રેખામાંથી કોઈ રેખા નીકળીને ગુરુ પર્વત પર જાય છે, એટલે કે હૃદય રેખા બે ભાગમાં વહેંચાઈ જાય છે, ત્યારે તેને વિષ્ણુ રેખા કહેવામાં આવે છે. જો આ રેખા ઊંડી, સ્પષ્ટ અને અખંડ હોય તો ઘણો ફાયદો કરે છે. 


આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK


આખી જીંદગી નસીબનો સાથ મળે છે


આવા વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા વરસતી રહે છે. તેને તેના જીવનમાં ખૂબ પૈસા, ઉચ્ચ પદ, પ્રસિદ્ધિ મળે છે. આટલું જ નહીં, તેના જીવનમાં ઘણી ઓછી સમસ્યાઓ આવે છે અને તે આવે તો પણ તે તેને જલ્દી દૂર કરી લે છે. આ લોકોના જીવનમાં પડકારો આવે તો પણ તેઓ તેનો મક્કમતાથી સામનો કરે છે અને તેને પાર કરે છે. તેઓ જે પણ ક્ષેત્રમાં જાય છે, તેઓ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.  જીવનમાં ઘણું માન અને ખ્યાતિ પણ મેળવે છે. જો હાથમાં વિષ્ણુ રેખા શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિ લગ્નજીવનનો ભરપૂર આનંદ માણી શકે છે. તેને ખૂબ જ સારો જીવન સાથી મળે છે. તેમનું લગ્નજીવન સુખી રહે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube