What Is Vishnu Rekha: હસ્તરેખા જ્યોતિષમાં હાથની રેખાઓ અને ચિન્હો જોઈને લોકોનું ભવિષ્ય જાણી શકાય છે. તેની સાથે એ પણ જાણી શકાય છે કે વ્યક્તિના જીવનમાં કેટલી સંપત્તિ રહેશે, તેનું લગ્નજીવન કેવું રહેશે. આજે અમે તમને હથેળીમાં રહેલી વિષ્ણુ રેખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે જેના હાથમાં વિષ્ણુ રેખા હોય છે તેને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. આવા લોકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કહેવાય છે કે આવા લોકોને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો વિષ્ણુ રેખા ક્યાં હોય છે?
હથેળીમાં હ્રદય રેખામાંથી કોઈ રેખા નીકળીને ગુરુ પર્વત પર જઈને બે ભાગમાં વહેંચાઈ જાય તો તેને વિષ્ણુ રેખા કહે છે. તે અંગ્રેજી અક્ષર 'V' ના આકારમાં દેખાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિના હાથમાં આ રેખા હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. વિષ્ણુ રેખા બંને હાથમાં હોઈ શકે છે. પુરૂષોના જમણા હાથમાં અને સ્ત્રીઓના ડાબા હાથમાં વિષ્ણુ રેખા હોવી શુભ ગણવામા આવે છે.


તેના ફાયદા શું છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની હથેળીમાં વિષ્ણુ રેખા હોય છે તેમના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે. આવા લોકો ખૂબ નસીબદાર હોય છે. ઓછુ કામ કર્યા પછી પણ આવા લોકો જીવનમાં ઘણી સુખ સમ્રુદ્ધિ પ્રાપ્ત કરે છે. આવા લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ જીવનમાં ઉચ્ચ સ્થાન અને સન્માન પ્રાપ્ત કરે છે. આ લોકોને ક્યારેય ધનની કમી નથી હોતી. મુશ્કેલ સમયમાં પણ તેઓ તેનો મક્કમતાથી સામનો કરે છે અને અંતે સફળતા પ્રાપ્ત કરે છે. તેમનું લગ્નજીવન પણ સુખી રહે છે. તેમને તેમના જીવનસાથી તરફથી સન્માન અને ઘણો પ્રેમ મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
H1B વિઝા પર PM મોદીએ આપ્યા મોટા ખુશખબર, જાણો તમને શું મળશે ખાસ સુવિધા
શનિવારે કરેલા આ કામથી દુર થશે શનિની વક્ર દ્રષ્ટિનો અશુભ પ્રભાવ, શનિ દોષનું થશે દુર
વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube