Vivah Shubh Muhurat November-December 2024: સનાતન ધર્મમાં વિવાહ સંસ્કાર માટે શુભ મુહૂર્તની રાહ જોવામાં આવે છે. જ્યોતિષવિદો અનુસાર જે લગ્ન શુભ મુહૂર્ત વગર કરવામાં આવે છે, તે સફળ થવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે. જેના કારણે દરેકના માતા-પિતા પોતાના બાળકોના વિવાહ નક્કી કરીને યોગ્ય મુહૂર્તની રાહ જોતા હોય છે અને ત્યારબાદ જ લગ્નનો આખો પ્રોગ્રામ ફાઈનલ કરે છે. વિવાહની આ સીઝન દર વર્ષે દેવઉઠી એકાદશી બાદ શરૂ થાય છે. આવો તમને જણાવી દઈએ કે આ વર્ષ દેવઉઠી એકાદશી ક્યારે છે અને આ વર્ષે લગ્નના કેટલા શુભ મુહૂર્ત ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ક્યારે છે દેવઉઠી એકાદશી?
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, આ વર્ષ દેવઉઠી એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ છે. આ વર્ષ એટલે કે 1 જાન્યુઆરી બાદ વિવાહ માટે કુલ 71 શુભ મુહૂર્ત નીકળ્યા હતા, જેમાંથી હવે 31 ડિસેમ્બર સુધી માત્ર 18 શુભ મુહૂર્ત બચ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ તારીીખોમાં લગ્ન કરવા માટે હવા મારામારી રહેશે. તમને આ તારીખો માટે કમ્યુનિટી સેન્ટર, બેન્ડ વાજા, કેટરિંગ સહિત ઘણી ચીજો બુક કરવામાં ઝડપ લાવવી પડશે નહીં તો બાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.


નવેમ્બર- ડિસેમ્બરમાં વિવાહના શુભ મુહૂર્ત
નવેમ્બર મહીનાનું પહેલું શુભ મુહૂર્ત 12 નવેમ્બર મંગળવારે રહેશે એટલે કે દેવઉઠી એકાદશીની સાથે લગ્ન વિવાહની સીઝન શરૂ થઈ જશે. ત્યારબાદ નવેમ્બર મહીનામાં 16, 17, 18, 22, 23, 24, 25, 28 અને 29 નવેમ્બરની તારીખો પર શુભ મુહૂર્ત રહેશે. ડિસેમ્બરની વાત કરીએ તો તેમાં 3, 4, 5, 9, 10, 11, 13 અને 14 ડિસેમ્બરે લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે. ખાસ વાત એ છે કે 14 ડિસેમ્બરની અડધી રાત બાદ ખરમાસ શરૂ થઈ જશે, એટલા માટે તે તારીખમાં દિવસમાં વિવાહ કરવા શુભ રહેશે. રાતમાં વિવાહ કરવાથી અનિષ્ઠ થઈ શકે છે. 


કપલના જીવન પર શું પડે છે અસર?
સનાતન ધર્મના વિદ્ધાનોના મતે આપણા જીવનમાં ગ્રહોની દશા અને દિશાની ઘણી અસર પડે છે. તેની દિશા-દશાથી જ શુભ મુહૂર્તનું નિર્માણ થાય છે. આ મુહૂર્તમાં જે પણ કામ કરવામાં આવે છે, તે સફળ થવાની સંભાવના પ્રબળ હોય છે. આ રીતે આ શુભ મુહૂર્તમાં થનાર વિવાહ પણ સફળ થવાની શક્યતા વધી જાય છે. આ શુભ તારીખોમાં લગ્ન કરનાર કપલ દાંપત્ય જીવન સુખમય રહે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)