Rishi Panchami 2023: હિંદુ ધર્મમાં ઋષિ પંચમી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં સાત ઋષિઓની પૂજા કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે જે પણ સ્ત્રી આ વ્રત સાચા મનથી કરે છે તે પાપમુક્ત થઈ જાય છે. આ વર્ષે ઋષિ પંચમીનું વ્રત 20 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષિ પંચમી 2023  
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિ 19 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 01:43 વાગ્યે શરૂ થશે અને 20 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 02:16 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિના આધારે 20 સપ્ટેમ્બરના રોજ ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવશે.


આ પણ વાંચો:


ગણતરીના દિવસોમાં પલટી મારશે આ 4 રાશિના લોકોનું ભાગ્ય, માર્ગી શનિ કરાવશે ધનનો વરસાદ


આર્થિક તંગી થઈ જશે એક ઝટકે દુર, ઘરની આ 4 જગ્યા પર કપૂર રાખવાથી વધશે ધનની આવક


મુખ્ય દરવાજા પર બાંધો માતા લક્ષ્મી સંબંધિત આ 1 વસ્તુ, ઘરમાં સતત વધતી રહેશે ધનની આવક


ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સપ્તઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે ગંગામાં સ્નાન ન કરી શકો તો સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો.


સપ્તર્ષિઓ કોણ છે?


1. ઋષિ કશ્યપ 


2. અત્રિ ઋષિ


3. ભારદ્વાજ ઋષિ  


4. વિશ્વામિત્ર  ઋષિ  


5. ગૌતમ ઋષિ 


6. જમદગ્નિ ઋષિ


7. વશિષ્ઠ ઋષિ  


ઋષિ પંચમીના વ્રતનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ઋષિ પંચમીનું વ્રત ખાસ કરીને મહિલાઓ માટે છે જેમાં તેઓ પોતાની ભૂલોની ક્ષમા માંગે છે. આ વ્રતમાં ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા માંગવામાં આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)