ગણતરીના દિવસોમાં પલટી મારશે આ 4 રાશિના લોકોનું ભાગ્ય, માર્ગી શનિ કરાવશે ધનનો વરસાદ
Shani Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ હાલ વક્રી અવસ્થામાં છે. શનિ પોતાની કુંભ રાશિમાં 4 નવેમ્બર 2023 થી માર્ગી થશે. શનિ માર્ગી થશે ત્યાર પછી 4 ચાર રાશિના લોકોને રાજયોગ જેવું સુખ પ્રાપ્ત થવાનું છે. તો ચાલો તમને જણાવીએ ચાર રાશિ કઈ છે જેને શની માર્ગી થઈને અઢળક લાભ કરાવશે.
Trending Photos
Shani Margi 2023: ધાર્મિક માન્યતા અનુસાર શનિ ગ્રહનું ગોચર સૌથી વધારે મહત્વ ધરાવે છે. આ સાથે જ શનિ માર્ગી થાય કે વક્રી થાય તો તેનો પણ પ્રભાવ વિશેષ હોય છે. શનિદેવ ન્યાયના દેવતા છે તેથી તેમની ચાલમાં જ્યારે પરિવર્તન થાય છે ત્યારે લોકોને પણ જીવનમાં ઘણા ફેરફારોનો સામનો કરવો પડે છે. આવા જ ફેરફારો 4 નવેમ્બર 2023 અને શનિવારથી ચાર રાશિના લોકોના જીવનમાં જોવા મળશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ હાલ વક્રી અવસ્થામાં છે. શનિ પોતાની કુંભ રાશિમાં 4 નવેમ્બર 2023 થી માર્ગી થશે. શનિ માર્ગી થશે ત્યાર પછી 4 ચાર રાશિના લોકોને રાજયોગ જેવું સુખ પ્રાપ્ત થવાનું છે. તો ચાલો તમને જણાવીએ ચાર રાશિ કઈ છે જેને શેની માર્ગી થઈને અઢળક લાભ કરાવશે.
માર્ગી શનિ આ ચાર રાશિના લોકોને કરાવશે લાભ
આ પણ વાંચો:
વૃષભ રાશિ
4 નવેમ્બરે શનિ માર્ગી થશે જેના કારણે વૃષભ રાશિના જાતકો ઉપર શનિદેવની કૃપા રહેશે. આ રાશિના દસમા ભાવમાં શનિ માર્ગી થશે જેના કારણે આર્થિક લાભ થશે. જે લોકો નોકરી અથવા તો વેપાર કરે છે તેમને અચાનક ધન લાભ થશે. કાર્ય ક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને શનિના માર્ગી થવાથી શુભ ફળ મળવાનું છે. આ રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ માર્ગી થશે જેના કારણે રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગના કારણે આ રાશિના લોકોને આર્થિક લાભ થશે. આ રાશિના લોકોનું વૈવાહિક અને પારિવારિક જીવન ખુશહાલ રહેશે.
આ પણ વાંચો:
મકર રાશિ
મકર રાશિના લોકોને પણ માર્ગી શનિ શુભ ફળ આપશે. આ રાશિનો જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે અને ધન પ્રાપ્તિની તક મળશે. આ રાશિ ન જાતકોના જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગશે. સાથે જ કોઈ પણ કાર્ય હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને પણ માર્ગી શનિ લાભ કરાવશે. આ રાશિના જાતકોની કુંડળીમાં શશ રાજયોગનું નિર્માણ થશે. જેના કારણે આત્મવિશ્વાસ વધશે. વેપારમાં બમણો નફો થશે. ભૌતિક સુખ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે