Water Salt remedy: મીઠું તો તમને દુનિયાભરના રસોડામાં જોવા મળશે. ઘરના રસોડામાં રાખેલું મીઠું ખાવા માટે ખુબ જરૂરી હોય છે. જો વધુ હોય તો સ્વાદ બગડી જાય અને ઓછું હોય તો સ્વાદની મજા મરી જાય. એટલે મીઠું એક એવી વસ્તુ છે જે સ્વાદ બનાવે પણ છે અને બગાડે પણ છે. મીઠું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે તે વાત કોઈનાથી છૂપાયેલી નથી. આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં પણ મીઠું ખુબ જરૂરી ગણવામાં આવેલું છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે આ મીઠું તમારા બગડેલા ભાગ્યને પણ ચમકાવવામાં મદદ કરે છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે એક ચપટી મીઠું તમારા ભાગ્યને જમીનથી આકાશ સુધી પહોંચાડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કરો મીઠાનો ઉપયોગ
1. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે જો તમારા જીવનમાં સ્થિરતા ન હોય તો ન્હાવાના પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને, તે પાણીથી સ્નાન કરો. આમ કરવાથી મન શાંત રહેશે અને જીવન યોગ્ય રસ્તા પર આગળ વધશે. આ ઉપરાંત આ પાણી તણાવને પણ ઓછું કરવાનું કામ કરે છે. 


2 અનેકવાર ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીથી કલેશ પેદા થાય છે. અત્રે જણાવવાનું કે બાથરૂમમાં સમુદ્રી મીઠું એક બોટલ ભરીને રાખવાથી ઘરમાં ફેલાયેલી નેગેટિવ એનર્જી ખતમ થઈ જાય છે અને રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ દૂર થાય છે. 


કોણ કરે છે IAS-IPSની ટ્રેનિંગ પાછળ ખર્ચ, જાણો તમામ સુવિધાઓ અને પગાર


કોરોનાનું સંક્રમણ વધતા સરકારે બહાર પાડ્યો મહત્વનો દિશા નિર્દેશ, ખાસ જાણો


ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં...જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય


3. વ્રત દરમિયાન ઉપયોગમાં લેવાતું સિંધવ મીઠું તમને કંગાળ હાલતથી છૂટકારો અપાવી શકે છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે એક ગ્લાસમાં બે ચમચી મીઠું નાખીને તેને બાથરૂમમાં રાખી દો અને તેમાં પાણી ભરી દો. આમ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. 


4. નાના બાળકની નજર લાગવાથી પણ તબિયત બગડે છે. એક ચપટી મીઠું બાળકની તબિયત ઠીક કરી શકે છે. તમારે બસ એટલું જ કરવાનું છે કે બાલ્ટીના પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને તે પાણીથી બાળકોને નવડાવો. તેનાથી બાળકને લાગેલી ખરાબ નજર દૂર થઈ જશે. 


(Disclaimer: અહીં અપાયેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube