Weak Sun in Kundali: કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ

Weak Sun in Kundali: જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિને સફળ થવામાં સમસ્યા થાય છે અને સાથે જ રોગ પણ થઈ શકે છે. આજે તમને જણાવીએ નબળો સૂર્ય કયા 3 રોગનું જોખમ વધારે છે. અને તેનાથી બચવા શું ઉપાય કરવા.
Weak Sun in Kundali: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે. કુંડળીમાં ગ્રહની સ્થિતિ અને વર્ણ તે વ્યક્તિના ભાગ્યને પણ અસર કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવ ગ્રહોની કુંડળીમાં કેવી સ્થિતિ છે તેના પર વ્યક્તિને શુભ અશુભ ફળ મળે છે. જેમાં કુંડળીમાં જો સૂર્યગ્રહ નબળો હોય તો વ્યક્તિને સફળતામાં સમસ્યાનો સામનો કરવો પડે છે, સમાજમાં માન ગુમાવવું પડે છે અને બીમારીઓનું જોખમ પણ વધે છે.
આ પણ વાંચો: ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
જો કુંડળીમાં સૂર્ય નબળો કે અશુભ હોય તો ઘણી બધી સમસ્યાઓ થાય છે. આ સ્થિતિથી બચવા માટે સૂર્યને મજબૂત કરવાના ઉપાય કરવા જોઈએ. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે કુંડળીમાં નબળો સૂર્ય હોય તો કયા રોગ થાય છે અને તેનાથી બચવા ઉપાય કયા કરવા ?
આંખ સંબંધિત સમસ્યા
સૂર્યને નેત્ર જ્યોતિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં સૂર્ય નકારાત્મક કે અશુભ હોય તો વ્યક્તિને આંખ સંબંધીત રોગ થાય છે. કુંડળીમાં સૂર્ય બીજા ભાવમાં હોય તો આંખ સંબંધિત સમસ્યા રહી શકે છે.
આ પણ વાંચો: Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ
હૃદય સંબંધિત સમસ્યા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હૃદય સંબંધિત રોગ પાછળ પણ કુંડળીમાં સૂર્યોની નબળી સ્થિતિ જવાબદાર હોઈ શકે છે. સૂર્ય સંબંધિત દોષના કારણે હૃદય સંબંધિત રોગ થઈ શકે છે. કુંડળીમાં સૂર્યગ્રહણ નીચ સ્થિતિમાં હોય અથવા તો ચોથા સ્થાને હોય તો હૃદય રોગની સંભાવના વધી જાય છે. જો કુંડળીમાં સૂર્ય છઠ્ઠા સ્થાનમાં હોય તો પણ હાર્ટ સંબંધિત બીમારીનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: Mulank 6: આ 3 તારીખોએ જન્મેલા લોકો પર હોય છે શુક્ર ગ્રહ અને લક્ષ્મીજીની કૃપા
હાડકાની બીમારી
કુંડળીમાં સૂર્ય અશુભ હોય કે નબળો હોય તો હાડકા સંબંધિત સમસ્યાઓ પણ રહે છે. જે લોકોનો સૂર્ય નબળો હોય તેમના શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય છે અને તેમને હાડકાની તકલીફો જીવનભર સતાવે છે.
આ પણ વાંચો: જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
સૂર્યને મજબૂત કરવાના ઉપાય
- જો કુંડળીમાં સૂર્યદોષ હોય એટલે કે સૂર્ય નબળી સ્થિતિમાં હોય તો રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરવો.
- રવિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉં અને તાંબાનો દાન કરવું.
- નિયમિત ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. તેના માટે તાંબાના લોટામાં પાણી ભરી અને તેમાં હળદર ઉમેરો.
- સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે નિષ્ણાંતની સલાહ લઈને માણેક રત્ન ધારણ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)