Shani Dev: મોટાભાગે પુરુષો બ્લેક બેલ્ટવાળી કાંડા ઘડિયાળો વધારે પહેરે છે. કાળા રંગને સદાબહાર રંગ માનવામાં આવે છે. આ જ કારણ છે કે છોકરાઓ પણ તેમના હાથમાં આ રંગની ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ આ કાળો રંગ દરેક જગ્યાએ શુભ માનવામાં આવતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે દરેક વ્યક્તિ માટે કાળા રંગની ઘડિયાળ શુભ નથી. ઘણા લોકો માટે તે અશુભ સાબિત થાય છે. ખાસ કરીને શુભ પ્રસંગોમાં કાળી ઘડિયાળ અશુભ સંકેત તરફ નિર્દેશ કરે છે. ખાસ કરીને હિંદુ ધર્મમાં છોકરા-છોકરી બંનેને લગ્ન પછી એક વર્ષ સુધી કાળા રંગનો ઉપયોગ કરવાની મનાઈ છે. તેવી જ રીતે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પણ અપશુકનને આમંત્રણ આપે છે. 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 11 ફેબ્રુઆરી: આજે કોઇ અજીબ ઘટના બની શકે છે જેનો પોઝિટિવ પ્રભાવ પડશે


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્લેક બેલ્ટવાળી ઘડિયાળ શુભ ગણાતી નથી. કાળો રંગ શનિ મહારાજ સાથે જોડાયેલો છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો લોકપ્રિય રાજનેતાઓ બ્લેક બેલ્ટવાળી ઘડિયાળો પહેરે છે. કારણ કે તેમના માટે શનિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શનિ શુભ સ્થાનમાં હોય તો કાળો રંગ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો શનિ શુભ હોય તો તે વ્યક્તિ માટે નામ, પૈસા અને લોકપ્રિયતા પામે છે. પરંતુ જો શનિ શુભ સ્થાનમાં ન હોય તો કાળી ઘડિયાળ અપશુકનને આમંત્રણ આપે છે. 


આ પણ વાંચો: શનિદેવના અસ્ત થવાથી જીવનમાં વધશે સંકટ, શનિના ક્રોધથી બચવા કાલથી શરુ કરી દો આ ઉપાય


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની સાડાસાતી ચાલી રહી હોય તો તેના માટે પણ કાળા પટ્ટાવાળી ઘડિયાળ શુભ માનવામાં આવતી નથી. તેથી જ જ્યોતિષ શાસ્ત્રીઓ આવા લોકોને બ્લેક બેલ્ટવાળી ઘડિયાળ પહેરવાની મનાઈ કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)