Weekly Horoscope: જાન્યુઆરી 2024નું આ બીજું અઠવાડિયું કેટલીક રાશિઓના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. તો ચાલો તમને જણાવીએ કે 8 થી 14 જાન્યુઆરી સુધીનો સમય મેષ થી મીન રાશિ ના લોકો માટે કેવો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ:


ગણેશજી કહે છે, આ સપ્તાહે કરેલી યાત્રા દ્વારા સારી સફળતા મળશે. યાત્રા દરમિયાન તમે શોપિંગ કરી શકો છો. કાર્યક્ષેત્રે નેટવર્કિંગ દ્વારા સફળતા પ્રાપ્ત કરશો. પરિવારના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો અને આ સપ્તાહે પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓ તમારી પડખે ઊભી રહેશે.


વૃષભ:


ગણેશજી કહે છે, પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે અને કોઈ નવું રોકાણ અત્યંત ફાયદાકારક રહેશે. સપ્તાહના અંતે મન પ્રફુલ્લિત રહેશે અને પોતાના પ્રિયજનોના સાંનિધ્યમાં સુખદ સમય વિતાવશો. પ્રતિભાશાળી વ્યક્તિત્વના કારણે પોતાના કાર્યો સમયસર પૂર્ણ કરવા સક્ષમ રહેશો.


મિથુન:


ગણેશજી કહે છે, સપ્તાહના અંતે સુંદર સંયોગ બની રહ્યો છે અને મન પ્રસન્ન રહેશે. આ સપ્તાહે તમે સ્વસ્થ રહેશો. પરિવારમાં સ્થિતિ થોડી નરમ રહેશે અને તમારા પોતીકા જ નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રે ધીરે-ધીરે સ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે. મિત્રો અને ભાઈ-બહેનો પાછળ ખર્ચ કરી શકો છો.


આ પણ વાંચો: Surya Gochar 2024: એક વર્ષ પછી સૂર્યનું મહાગોચર, આ રાશિઓ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


કર્ક:


ગણેશજી કહે છે, પારિવારિક જીવનમાં તાલમેલ જાળવી રાખવો. આ સપ્તાહે કાર્યક્ષેત્રે મન અશાંત રહેશે અને એક તરફથી બંધન અનુભવશો. કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય પાછળ ધન ખર્ચ થઈ શકે છે. આર્થિક મામલે અઠવાડિયું વધુ ખર્ચાળ રહી શકે છે.


સિંહ:


ગણેશજી કહે છે, આ સપ્તાહે યાત્રા ટાળી દેવાની જરૂર છે. કોર્ટ-કચેરીના મામલે ખર્ચ થઈ શકે છે. આર્થિક મામલે રોકાણ પર ધ્યાન આપવાની જરૂર છે નહીં તો મુશ્કેલી વધી શકે છે. સપ્તાહના મધ્યમાં કોઈ વાતે તણાવ થઈ શકે છે. સપ્તાહના અંતે ખુશ ખબર પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ રહેશે અને સપ્તાહની શરૂઆતમાં પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થશે.


કન્યા:


ગણેશજી કહે છે, પરિવારનો ભરપૂર સહયોગ મળશે અને પરિવાર સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું વિચારી શકો છો. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. આ સપ્તાહે કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. ભાવનાત્મક કારણોના લીધે ખર્ચ વધારે થઈ શકે છે.બીજાની વાતો પર ધ્યાન આપવાના બદલે પોતાના મનની વાત સાંભળશો તો સારું રહેશે.


આ પણ વાંચો: Pitra Dosh:આ તારીખે છે વર્ષ 2024 ની પહેલી અમાસ, પિતૃ દોષ દુર કરવા અમાસ પર કરો આ ઉપાય


તુલા:


ગણેશજી કહે છે, પરિવારમાં સુખ-સાધનો પાછળ ખર્ચ થશે. આર્થિક મામલે કોઈ એવી મહિલાની મદદ મળશે જેણે મહેનત કરીને સફળતા મેળવી હોય. સપ્તાહના અંતે એકાએક ધન હાનિ થઈ શકે છે માટે સંભાળવું. કાર્યક્ષેત્રે નવો પ્રોજેક્ટ સારી સફળતા અપાવશે અને ઉન્નતિના માર્ગ ખોલશે. સ્વાસ્થ્યમાં આ સપ્તાહે સારા પરિણામ જોવા મળશે.


વૃશ્ચિક:


ગણેશજી કહે છે, સપ્તાહના અંતે યશ, માન-સન્માનની પ્રાપ્તિના શુભ સંયોગ બની રહ્યા છે. આર્થિક મામલે આ સપ્તાહે ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. કોઈ બે રોકાણો દ્વારા સારી ધન પ્રાપ્તિ થશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રે ઘણી પ્રગતિ થશે અને રચનાત્મક પ્રોજેક્ટ દ્વારા વિશેષ સફળતા પ્રાપ્ત કરશો.


ધન:


ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે જે પણ મહેનત કરી રહ્યા છો તેનું હકારાત્મક પરિણામ મળશે. આ સપ્તાહે પરિવારનો પૂરતો સહયોગ મળશે અને તેમના સપોર્ટથી જીવનમાં આગળ વધી શકશો. યાત્રા હાલ ટાળી દેવી યોગ્ય છે. આર્થિક મામલે સમય સાધારણ છે અને રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. સપ્તાહ ના અંતે ખુશીઓનું આગમન થશે.


આ પણ વાંચો: Ram Darbar: ઘરની આ દિશામાં પધરાવો શ્રીરામ દરબારની તસવીર, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


મકર:


ગણેશજી કહે છે, યાત્રા આ સપ્તાહે ટાળી દેશો તો યોગ્ય રહેશે. પરિવારમાં એક નવી શરૂઆત મનને પ્રસન્ન કરશે. આ સપ્તાહે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રે કોઈ પરેશાની આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સુખ-સમૃદ્ધિના યોગ બની રહ્યા છે અને ધન વૃદ્ધિ પણ થશે. તમારે કામ પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે.


કુંભ:


ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે આ સપ્તાહે સાધારણ વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. સપ્તાહના અંતે કેટલાક લોકોને કાયદાકીય બાબતો પરેશાન કરી શકે છે. પરિવારમાં ઘણા ફેરફાર જોવા મળશે અને કાળચક્ર તમારા માટે સુખ-સમૃદ્ધિ લઈને આવશે. આ સપ્તાહે ધન આગમનના સુખદ સંયોગ બની શકે છે.


મીન:


ગણેશજી કહે છે, પોતાના સહકર્મીઓના સારા માટે કેટલાક કઠોર નિર્ણય લઈ શકો છો. વેપારિક યાત્રા શુભ અને સુખદ નીવડશે. કાર્યક્ષેત્રે અનુરૂપ કાર્યો થશે અને સફળતા મળશે. જીવનમાં ઉન્નતિ ઈચ્છતા હો તો સપ્તાહના અંતે થોડું રિસ્ક લઈને આગળ વધજો. આર્થિક સમૃદ્ધિ માટે પોતાના તરફથી અધિક પ્રયાસ કરવા પડશે.