મેષ: ગણેશજી કહે છે, આર્થિક દ્રષ્ટિતોણથી અઠવાડિયું ઉત્તમ છે. ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રે પ્લાનિંગ સાથે કામ કરશો તો પ્રગતિની તક મળશે અને સમયસર કાર્ય પણ પૂરા થશે. પરિવારમાં સમૃદ્ધિના યોગ બની રહ્યા છે અને પરસ્પર પ્રેમ વધશે. 
 
વૃષભ:
ગણેશજી કહે છે, ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. અઠવાડિયાના અંતે એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશો. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ થશે અને ધન વૃદ્ધિના નવા માર્ગ ખુલશે. ધન સંબંધિત મામલે કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે. તમારા પ્રયાસો અને મહેનતથી સફળતા મેળવી શકશો. વેપાર સંબંધિત યાત્રા સફળ રહેશે. કોઈ વરિષ્ઠ મહિલાની મદદ મળશે.  


કર્ક: ગણેશજી કહે છે, આ અઠવાડિયે કરેલી યાત્રાના શુભ પરિણામ આવી શકે છે. કોઈ વાતને લઈને અઠવાડિયાના અંતે કાર્યક્ષેત્રે બેચેની રહી શકે છે. કાર્યક્ષેત્રે શાંતિભર્યું અને અનુકૂળ રહેશે. પરિવારમાં બધું જ બરાબર રહેશે પરંતુ તમારા મર્યાદિત દ્રષ્ટિકોણના કારણે માનસિક કષ્ટ થઈ શકે છે. 


સિંહ: ગણેશજી કહે છે, સંયમ અને સૂઝબૂઝથી સ્થિતિ કાબૂ કરી શકો છો. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે તમારે વધુ પ્રયાસ કરવો પડશે. કામમાં  અડચણ આવી શકે છે અને કામની ગતિ પર અસર થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધારવા માટે કરેલા પ્રયાસ ભવિષ્યમાં સારા પરિણામ આપી શકે છે. 


કન્યા: ગણેશજી કહે છે, સ્વાસ્થ્યમાં સારા પરિણામ આવી શકે છે. અઠવાડિયાના અંતે જીવનમાં હકારાત્મક ફેરફાર જોવા મળશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને કોઈપણ વ્યક્તિ આ મામલે મદદ કરી શકે છે. આર્થિક મામલે સ્થિતિ સામાન્ય રહેશે અને ધન પ્રાપ્તિ થઈ શકે છે. 


તુલા: ગણેશજી કહે છે, પારિવારિક જીવનમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને રોકાણની સારી તક મળી રહી છે. ખાવાપીવામાં સંયમ રાખો. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને કોઈ એવા વ્યક્તિની મદદ મળશે જેમની આર્થિક બાબતો પર સારી પકડ હોય. 


વૃશ્ચિક: ગણેશજી કહે છે, સેલ્સ માર્કેટિંગ સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે. આર્થિક મામલે સંયમ રાખવો પડશે. અઠવાડિયાના અંતે મોજ-શોખ પાછળ ખર્ચ થઈ શકે છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને આ મામલે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદ મળશે. પરિવારમાં એક નવી શરૂઆત મન પ્રફુલ્લિત કરશે અને શાંતિ મળશે. 


ધનુ: ગણેશજી કહે છે, ધન વૃદ્ધિ માટે કરેલા પ્રયાસ સફળ રહેશે. રોકાણ અને શેરના માધ્યમથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. જો કે, અઠવાડિયાના આરંભે રોકાણોને લઈને સજાગ રહેજો. કાર્યક્ષેત્રે વિના કારણે બોલાચાલી કરવાથી બચવું અને પોતાના વિચાર પર અડગ રહીને પ્રોજેક્ટ સંબંધિત નિર્ણય લેશો તો સારા પરિણામ મળશે.  


મકર: ગણેશજી કહે છે, પરિવાર સાથે સુખદ સમય વિતાવશો અને અઠવાડિયાની શરૂઆતમાં સારા સમાચાર મળી શકે છે. અઠવાડિયાના અંતે કોઈ વડીલને લઈને મન ચિંતિત રહી શકે છે. ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને ક્યાંકથી ધન આગમન થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 


કુંભ: ગણેશજી કહે છે, આર્થિક સ્થિતિ આ અઠવાડિયે મજબૂત થશે અને ધન વૃદ્ધિના સંયોગ બનશે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને સફળતા સરળતાથી મળી જશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને ક્યાંય ફરવા જવાનું મન થઈ શકે છે. અઠવાડિયાના અંતે જીવનમાં ઘણા વ્યસ્ત રહેશો. 


મીન: ગણેશજી કહે છે, ધનના મામલે સંભાળીને ચાલવું. મેઈલ અને મેસેજ મોકલતાં પહેલા એકવાર વાંચી લેવાની સલાહ છે નહીં તો ગેરસમજણ થઈ શકે છે. આ અઠવાડિયું સુખદ રહેશે અને ચંદ્રમાનો સંચાર તમારી રાશિમાં અનુકૂળ પરિણામ આપશે. ખર્ચ વધુ થઈ શકે છે.