Shiv Puran: મૃત્યુ એક અટલ સત્ય છે. તેને કોઈ રોકી શકતું નથી કે કોઈ બદલી શકતું નથી. પરંતુ તેના વિશે જાણી શકાય છે. શિવપુરાણમાં જણાવાયું છે કે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે તેને કેટલાક સંકેતો મળે છે. આ સંકેત પરથી સમજી શકાય છે કે વ્યક્તિનું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે. હિન્દુ ધર્મના 18 પુરાણમાંથી એક શિવપુરાણ પણ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ પુરાણમાં ભગવાન શિવની મહિમા, તેમના સ્વરૂપ, અવતાર અને જ્યોતિર્લિંગનું વિસ્તૃત વર્ણન મળે છે. સાથે જ તેમાં જીવન અને મૃત્યુના કેટલાક રહસ્ય વિશે પણ જણાવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ વિધિથી કરવી શ્રી યંત્રની પૂજા, નિયમપૂર્વક પૂજા કરવાથી ધનથી છલોછલ રહે છે તિજોરી


શિવપુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક લક્ષણો વિશે જણાવે છે. જે મૃત્યુ નજીક હોય ત્યારે જોવા મળે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે મૃત્યુ નજીક હોય તે પહેલા કેવા સંકેત મળે છે.


શિવપુરાણ અનુસાર વ્યક્તિની ઇન્દ્રિયોં જો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે તો સમજી લેવું કે તેનું મૃત્યુ નજીક છે. સાથે જ જ્યારે શરીરનો રંગ બદલવા લાગે એટલે કે શરીર સફેદ પડવા લાગે, પીળું પડવા લાગે, બ્લુ પડવા લાગે કે ત્વચા પર જગ્યા જગ્યા પર લાલ નિશાન પડવા લાગે તો સમજી લેવું કે તેનું મૃત્યુ નજીક છે.


આ પણ વાંચો: અનોખું ગામ, લોકો નથી સુઈ શકતા ખાટલા પર, ગામમાં ન મળે એક પણ મરઘી, કારણ છે ધાર્મિક


શિવપુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો ન દેખાય અથવા તો પડછાયો માથા વિનાનો બને તો સમજી લેવું કે તેના પર મૃત્યુની છાયા આવી ચૂકી છે. મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિને જલ, તેલ, ઘી કે આ અરીસામાં પડછાયો જોવા મળતો નથી.


જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેને ચંદ્ર, સપ્તર્ષિત તારો અને અન્ય તારા પણ દેખાતા બંધ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો સમજી લેવું કે તેનું જીવન થોડું જ બચ્યું છે.


આ પણ વાંચો: આ 5 માંથી કોઈ એક ફૂલ માતા લક્ષ્મીને પૂજા દરમિયાન કરો અર્પણ, તિજોરી નહીં રહે ખાલી


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)