Solar Eclipse 2023: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થશે, જાણો કઈ રાશિ પર તેની શું અસર થશે ?
First Solar Eclipse 2023: ભારતમાં સૂર્યગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ તે અંગે અનેક માન્યતા છે. સૂર્યગ્રહણની કેવી અસર થશે, તેનાથી બચવા શું કરવું તેનું ખાસ મહત્વ રહેલું હોય છે. ત્યારે વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ માસમાં થશે. જેની કેટલીક રાશીઓ પર અસર વધુ વર્તાશે.
First Solar Eclipse 2023: વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 10 એપ્રિલે ગુરુવારે થવાનું છે. આ ખગ્રાસ સૂર્યગ્રહણ 5 કલાક 24 મિનિટ સુધી ચાલશે. જેમાં સૂર્ય મેષ રાશિમાં હશે ત્યારે ગ્રહણ થશે. તો એપ્રિલ મહિનાની જ 20 તારીખે સવારે 7 વાગ્યાને 5 મિનિટથી શરૂ થઈ બપોરના 12 વાગ્યાને 29 મિનિટ સુધી સૂર્યગ્રહણ ચાલશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેથી ભારતમાં સુતકની અસર નહીં વર્તાય. જો કે અન્ય સ્થળો માટે સૂર્યગ્રહણના સૂતકનો સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થશે.
કઈ રાશિઓ પર થશે ખરાબ અસર?
સૂર્યગ્રહણની કેટલીક રાશીઓ પર વધુ અસર વર્તાય છે. આ વખતે મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર સૂર્યગ્રહણની વધુ ખરાબ અસર પડી શકે છે. તો આવો જાણીએ કાશીના જ્યોતિષ ચક્રપાણિ ભટ્ટ આ પાસ રાશિઓ પર સૂર્યગ્રહણની કેવી અસર થશે તેના પર શું કહે છે?
આ પણ વાંચો :
આ રાશિ માટે વર્ષોથી બંધ કિસ્મતના તાળાં ખોલશે 'શનિ'ની રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ
Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર આ 4 રાશિના લોકો થશે માલામાલ, સર્જાશે આ ખાસ યોગ
મેષ રાશિ
સૂર્ય જ્યારે તમારી રાશિમાં હશે ત્યારે ગ્રહણ થશે. તેથી આ ગ્રહણની સૌથી વધુ મેષ રાશિના લોકો પર થશે. જેની તમારા સ્વાસ્થ્ય અને કારકિર્દી પર પ્રતિકૂળ અસર પડશે. જેનાથી તમારું પ્રમોશન અટકી શકે છે, ટેન્શન વધી શકે છે. જેથી આ સમયગાળામાં તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ત્યારે નકામી વસ્તુઓ પાછળ પૈસા ના ખર્ચવા અને ખરાબ આદતોથી સમસ્યા ઊભી ના થાય તેની કાળજી રાખવી.
સિંહ રાશિ
સૂર્ય તમારી રાશિનો શાસક ગ્રહ હોવાથી ગ્રહણની અસર થશે. આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકોના કરિયરમાં ઉતાર-ચઢાવની જોવા મળી શકે છે. જેથી સિંહ રાશિના લોકોને સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા પડશે. પગારવધારો અથવા પ્રમોશન તમારા મનની તરફેણમાં ન હોવાને કારણે તમે પરેશાન થઈ શકો છો. પરંતુ આવેગમાં લીધેલો નિર્ણય તમારા માટે નુકસાનકારક રહેશે. જ્યારે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને સખત મહેનત કરવી પડશે તો જ સારા પરિણામ મળી શકશે
આ પણ વાંચો :
મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરો ત્યારે કરી લેજો આ ઉપાય, મનની ઈચ્છા થશે પુરી
ગરીબી દૂર કરે તેવા છે આ લાલ કિતાબના અચૂક ઉપાય, દરિદ્રતાથી સો ટકા મળશે મુક્તિ
કન્યા રાશિ
સૂર્યગ્રહણથી કન્યા રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોએ સાવચેતીપૂર્વક મુસાફરી કરવી પડશે અને વાહન પણ સાવચેતીપૂર્વક ચલાવવું પડશે. તમારી કેટલીક કીમતી વસ્તુઓ ચોરાઈ શકે છે જેથી તમારે સાવચેત રહેવું પડશે. કન્યા રાશિના લોકોને મુસાફરી કરવામાં આર્થિક નુકસાન થઈ શકે છે જેથી સાવચેત રહેવાની જરૂર રહેશે. સૂર્યગ્રહણના સમયમાં કન્યા રાશિના લોકોએ વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. ખોટી બાબતોના ડખાથી દુશ્મનો વધી શકે છે.
વૃશ્ચિક રાશિ
સૂર્યગ્રહણની વૃશ્વિક રાશિના લોકોના જીવન પર અસર થશે. આ સમયમાં તમારા દુશ્મનો વધુ સક્રિય રહેશે. જેથી આ સમયમાં વૃશ્વિક રાશિના લોકોને ગુપ્ત રીતે કામ કરવું પડશે. જો સાવધાન નહીં રહો તો દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે. મન પર નિયંત્રણ નહીં રાખો તો આર્થિક સ્થિતિ બગડી શકે છે અને દેવાના ડુંગરમાં દબાઈ શકો છો. તો અકસ્માતની સંભાવના હોવાથી સૂર્યગ્રહણના સમયે વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી છે.
મકર રાશિ
સૂર્યગ્રહણના કારણે મકર રાશિના લોકોને નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કામનો તણાવની સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે જેથી તણાવથી બચવાનો પ્રયાસ કરવો. આ સમયમાં મકર રાશિના લોકોની માતાનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. સાથે જ સુખ-સુવિધાઓ પર પૈસા ખર્ચ્યા પછી પણ તમને સંતોષ નહીં મળે.