Jhadu Totka: ઘરમાં રાખેલી દરેક વસ્તુ માટે વાસ્તુ નિયમો છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વાસ્તુ નિયમો અનુસાર કામ કરે છે તો તે જીવનમાં ક્યારેય દુ:ખી નથી થતો. તેના કારણે પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં સાવરણી રાખવાના પણ વાસ્તુ નિયમો છે. માન્યતા છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.  જો ઘરમાં સાવરણી યોગ્ય રીતે રાખવામાં ન આવે તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેની સાથે જ ઘરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવે છે. તો ચાલો જાણીએ સાવરણી રાખવાના આવા નિયમો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં સાવરણી રાખવાના નિયમો


આ પણ વાંચો:


આ રાશિના લોકો સાથે પ્રેમ કરનારને નથી થતો પસ્તાવો, કારણ કે હોય છે સૌથી વધુ રોમેન્ટિક


નવરાત્રી પર 30 વર્ષ પછી ગ્રહોનો મહાસંયોગ, મેષ સહિત 5 રાશિના જાતક થશે માલામાલ


10 દિવસ બાદ સૂર્યનું મહાગોચર, 5 રાશિના લોકોનનું ચમકશે ભાગ્ય, ઘરમાં થશે ધનના ઢગલા


- વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ઘરમાં હંમેશા છુપાવીને રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો સ્થાયી વાસ ઘરમાં થાય છે. તેનાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. આ સિવાય સાવરણીને ક્યારેય નીચે ન રાખવી જોઈએ. આ રીતે ન રાખવામાં આવે તો ઘરમાં ધનની અછત સર્જાય છે.


- વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ઘરમાં રાખવાની સાચી દિશા પણ જણાવવામાં આવી છે. વાસ્તુ અનુસાર સાવરણીને હંમેશા ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દુર થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે.


- એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સાવરણી રાખવી ખૂબ જ લાભકારી સાબિત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વાર પાસે સાવરણી રાખવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી અટકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)