ધર્મ શાસ્ત્રોમાં માળા કરવી એ શુભ માનવામાં આવે છે. માળાના મણકા ગણવાની સાથે-સાથે જાપ કરવામાં આવે તો મન ઇશ્વરમાં બંધાઇ જાય છે. તમે ધ્યાન કરવા માટે માળા લો છો પરંતુ દરેક માળામાં 108 મણકા કે, 108 મોતી હોય છે પણ મણકાની સંખ્યા 108 જ કેમ..? એ સવાલ તમારા મગજમાં આવ્યો છે ખરા? ત્યારે આજે આ સવાલનો જવાબ અમે તમને આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અહીં ખેડૂતો બેહાલ! ગત વર્ષની સરખામણીમાં કોડીના ભાવે વેચાઈ રહ્યા છે 'ટામેટા


સૌથી પહેલા ધાર્મિક કારણ જાણાવીએ તો જાપની માળા માટે વિભિન્ન ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. એટલે કે 12 રાશિઓ 9 ગ્રહો સાથે જોડાય છે. જો 12 અને 9 નો ગુણાકાર કરીએ તો 108 અંક મળે છે. જે સંપૂર્ણ જગતની ગતિનું પ્રતિનિધિત્વ કરે છે. હવે બીજી વાત જણાવીએ તો એક માન્યતા અનુસાર ભારતીય ઋષિઓ દ્વારા શોધ કરવામાં આવેલા 27 નક્ષત્ર છે. જેમાં એક નક્ષત્રમાં 4 ચરણ હોય છે. એટલે કે 27 અને 4 ગુણાંક પણ 108 થાય છે. જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 


વૈવાહિક જીવનની સમસ્યા થશે દુર અને રુપિયાથી છલોછલ રહેશે તિજોરી, અજમાવો રોટલીના ટોટકા


આ સિવાય સૂર્ય એક વર્ષ દરમિયાન ૨૧, ૬૦૦ રંગ દેખાડે છે અને વર્ષમાં બે વખત પોતાની સ્થિતિ પણ બદલે છે. આના કારણે છ માસ ઉતરાયણ અને 6 માસ દક્ષિણાયન કહેવાય છે. એટલે કે, છ માસ દરમિયાન ૧૦, ૮૦૦ વખત સૂર્ય પોતાની રીતે ચમકે છે ત્યારે જાણકારોના મતે આ ૧૦,૮૦૦ના છેલ્લા બે શૂન્ય હટાવીને ૧૦૮નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આના કારણે જ જાણકારો એવું કહેતા હોય છે કે ૧૦૮ મણકાની બનેલી માળા સૂર્યની એક એક કળાનું પ્રતિક છે. 


કોઈ કરતું મારપીટ તો કોઈનું હતું બીજા સાથે અફેર, ખરાબ રીતે અલગ થયા આ TV સેલિબ્રિટી


આ બધી માન્યતાઓમાંથી સત્ય શું છે તે કહેવું મુશ્કેલ છે પણ કહેવાય છે કે, 108ની સંખ્યા ખૂબ જ શક્તિશાળી છે. તેના દ્વારા જીવ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ, ઈશ્વરના દર્શન સહિત ઈચ્છીત ફળ મેળવી શકાય છે.