ઓ બાપ રે! નદીના પાણીથી નહાવાનું તો દૂર પાણીને સ્પર્શ કરવાથી પણ ફફડે છે લોકો, આ છે કારણ
Famous River of Uttar Pradesh: આ નદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વહે છે. કહેવાય છે કે આ નદીના પાણીને જે કોઈ સ્પર્શ કરે છે તે બગડી બરબાદ થઈ જાય છે. યુપીમાં સોનભદ્રથી વહેતી આ નદી બક્સર પાસે પહોંચીને ગંગામાં જોડાય છે.
Famous River of Uttar Pradesh: નદીઓ આપણ જીવનનો એક અભિન્ન ભાગ છે. કારણ કે નદીઓ આપણને પીવાના પાણી ઉપરાંત પાક માટે પણ એટલી જ ઉપયોગી છે. સામાન્ય માણસ સહિત ખેડૂતો નદીઓને પૂજનિય ગણતા હોય છે. ઘણા એવા તહેવાર છે જેમાં દેશની નદીઓને આવરી લેવાઈ છે.આમ તો ભારત દેશમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ ભારતની એક એવી નદી પણ છે જેને લોકો શ્રાપિત માને છે. ઉત્તરપ્રદેશમાં આવેલી આ નદીના પાણીથી નહાવાનું તો દૂર, લોકો નદીના પાણીને સ્પર્શ પણ નથી કરતા.
નદી કિનારે લોકો રહેતા પાકની જગ્યાએ માત્ર ફળ ખાય છે
કર્નનાશા નદીથી લોકો એટલા ડરે છે કે નદીના કિનારે રહેવા તૈયાર જ નથી. પહેલા લાંબા સમય સુધી પાણી મળતું નહોતુ. ત્યારે લોકો કર્નનાશા નદીના પાણીથી પાક ઉગાડીને ખાવાના બદલે માત્ર ફળ પર જ જીવન ગુજારતા હતા.
નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે ત્યારે ભારતમાં એક એવી પણ નદી છે જેને શ્રાપિત ગણવામાં આવે છે. લોકોના મનમાં આ નદીનો એવો તો ડર છે કે લોકો તેને સ્પર્શ કરવાની પણ દૂર રહે છે. આ નદીના પાણીને અડવાને પણ લોકો અશુભ માને છે. આ શ્રાપિત નદી ઉત્તર પ્રદેશમાં આવેલી છે. જેનું નામ કર્મનાશા છે.
આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો
સારા કામ બગાડી દે છે નદી
ઉત્તર પ્રદેશની આ કર્મનાશા નદીથી હંમેશા લોકો દૂર રહે છે. કારણ કે આ નદી લોકોના કામ બગાડી દે છે. નદીનું નામ જ કર્મ અને નાશા એમ બે શબ્દો પરથી પડ્યુ છે. જેનો અર્થ થાય છે કામ કષ્ટ વધારનારી અથવા તો બગાડનારી. એવી લોકવાયકા છે કે કર્મનાશા નદીના પાણીને જો તમે સ્પર્શ પણ કરી લો તો તમારું કામ બગડવા લાગે છે. એટલું જ નહીં તમે કરેલા કર્મો ઉપર પણ પાણી ફરી વળે છે. એટલે જ લોકો આ નદીથી હંમેશા દૂર રહેવાનું જ પસંદ કરે છે. આ નદી ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી નીકળે છે પરંતુ નદીનો વધારે ભાગ યૂપીમાં છે. યૂપીમાં આ નદી સોનભદ્ર, ચંદૌલી, વારાણસી અને ગાજીપુરમાંથી બક્સર થઈને ગંગામાં ભળી જાય છે.
કર્મનાશા નદીની શું છે પૌરાણિક કથા
કર્મનાશા નદી શ્રાપિત હોવા પાછળ એક લોકવાયકા છે. આ લોકવાયકા અનુસાર રાજા હરિશચંદ્રના પિતા સત્યવ્રતે એક વખત પોતાના ગુરુ વશિષ્ટ પાસે શરીર સાથે જ સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ગુરુ વશિષ્ટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જે બાદ રાજા સત્યવ્રતે આ જ માંગ ગુરુ વિશ્વામિત્ર પાસે પણ કરી હતી. ત્યારે વશિષ્ઠ સાથે દુશ્મન હોવાના કારણે વિશ્વામિત્રએ પોતાના તપના જોરે સત્યવ્રતને શરીર સાથે સ્વર્ગમાં મોકલી દીધા હતા. આ જોઈને ઈંદ્રદેવ ગુસ્સે ભરાયા અને રાજાના માથાને ધરતી તરફ કરીને પાછુ મોકલી દીધુ. આ સમયે વિશ્વામિત્રએ પોતાના તપની શક્તિથી રાજાને સ્વર્ગ અને ધરતી વચ્ચે જ રોકી દીધા, પછી દેવતાઓ સાથે યુદ્ધ કર્યુ. જ્યાં સુધી આ યુદ્ધ ચાલ્યુ ત્યાં સુધી રાજા સત્યવ્રત ધરતી અને સ્વર્ગ વચ્ચે ઉંથા માથે લટકતા રહ્યા હતા. જેના કારણે તેમના મોંમાંથી લાળ પડવા લાગી હતી. અને આ જ લાળથી આ નદી વહેતી થઈ હતી. તો બીજી તરફ ગુરુ વશિષ્ઠએ પણ રાજા સત્યવ્રતને તેમની નિષ્ઠુરતાના કારણે તેમને ચાંડાલ હોવાનો શ્રાપ આપી દીધો. બસ ત્યારથી જ લાળથી બનેલી નદી અને રાજાને મળેલા શ્રાપના કારણે આ નદીને શ્રાપિત માનવામાં આવે છે. અને હજુપણ લોકો આ કર્મનાશા નદીને શ્રાપિત માને છે.
આ પણ વાંચો:
IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube